સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બરે, પિતૃઓની મુક્તિ માટે કરો આ વિશેષ ઉપાય
અશ્વિન માસની અમાસ એટલે સર્વપિતૃ અમાસ. આ દિવસ પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ પખવાડિયાનો અંત દર્શાવે છે...
નવી દિલ્લીઃ અશ્વિન માસની અમાસ એટલે સર્વપિતૃ અમાસ. આ દિવસ પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ પખવાડિયાનો અંત દર્શાવે છે. આ દિવસે જાણે-અજાણે તમામ પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તારીખ નથી જાણતા તેમના માટે આ દિવસનુ વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે એ તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વખતે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022, રવિવારના રોજ આવી રહી છે.

સર્વપિત્રી અમાવસ્યાના દિવસે હરિદ્વાર, ગયાજી, બ્રહ્મકાપલી, બદ્રીનાથ ઉપરાંત ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભાશિષ આપે છે. આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ થાય છે. જે લોકો પર કોઈ કારણે પિતૃદોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણને બોલાવીને પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી ચોક્કસપણે પિતૃદોષની શાંતિ થાય છે.
શું કરશો વિશેષ ઉપાય
- સર્વપિતૃ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, દાન, શ્રાદ્ધ કરો.
- ગરીબ, વિકલાંગ, અશક્ત અને અંધોને પિતૃઓ નિમિત્તે ખીર ખવડાવો, દૂધ પીવડાવો.
- બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપો અને ભોજન કરાવો અને યોગ્ય દાન અને દક્ષિણા આપીને આશીર્વાદ મેળવો.
- આ દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડી અને માછલીને ખવડાવો.
- પીપળના ઝાડને કાચુ દૂધ, પાણી અને ખાંડ ઉમેરીને સિંચાઈ કરો.
- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
