Rahu-Mars conjunction: 45 દિવસ રાહુ-મંગળની યુતિ, પીડા ભોગવશે બધી રાશિવાળા
27 જૂન, 2022થી 10 ઓગસ્ટ, 2022 સુધી મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ થઈ રહી છે. જાણો શું થશે માનવજીવન પર અસર...
નવી દિલ્લીઃ 27 જૂન, 2022થી 10 ઓગસ્ટ, 2022 સુધી મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ થઈ રહી છે. 45 દિવસ આ બંને ગ્રહોની યુતિથી અંગારક યોગ બનશે જે બધી રાશિના જાતકો માટે અશુભ ફળકારક હશે. મંગળ 27 જૂને સવારે 5.40 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. તેથી અહીં આ બંને ગ્રહો એકસાથે આવવાથી અંગારક યોગ બનશે. મંગળ 10 ઓગસ્ટે રાત્રે 9.09 કલાકે વૃષભ રાશિમાં જશે. આ રીતે અંગારક યોગની અસર 45 દિવસ સુધી રહેશે.

પ્રજાને દુઃખનો અનુભવ થશે
राहुरंगारकश्चैक राशि ऋक्षगतो तथा ।
महाभयं च शस्यानां न च वृष्टि: प्रजायते ।।
એટલે કે અજ્ઞાત ભયના કારણે પ્રજાને દુઃખનો અનુભવ થશે. આ સંયોગ વરસાદી સિઝનમાં હોવાને કારણે અમુક જગ્યાએ ચોમાસાના અભાવે અને પાકની વાવણી બાદ વરસાદમાં વિલંબ થવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ જશે. કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે. મંગળ-રાહુ 16 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભરણી નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ ખાસ કરીને અપ્રિય છે.

રાશિઓ પર પ્રભાવ
તમામ રાશિઓ અંગારક યોગના પ્રભાવમાં આવશે. મનુષ્યોમાં પરસ્પર દુશ્મની અને ગુસ્સો વધશે. ઉન્માદ, હિંસા, હિંસક પ્રદર્શન, રમખાણો જેવી સ્થિતિ સર્જાશે. 16 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ખાસ કષ્ટદાયક સમય રહેશે. પાડોશી દેશો સાથે વિરોધ, યુદ્ધ જેવી સ્થિતિ રહેશે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સરકારોનો વિરોધ થશે. ઉચ્ચ પ્રતિષ્ઠિત રાજકારણીઓને નુકશાન થવાની પણ સંભાવના છે.

શું ઉપાય કરવા?
- રાહુ-મંગળના અંગારક યોગની અસરથી બચવા માટે તમામ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચો. દર મંગળવારે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો.
- મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરો. શિવને કાચુ દૂધ અર્પણ કરો.
- રાહુની પીડાથી છુટકારો મેળવવા માટે નિયમિત રીતે ચંદનનુ તિલક લગાવો. ચંદનનુ દાન કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
