પુત્ર પ્રાપ્તિ માટે ઈચ્છુક લોકોએ જરુર કરવુ પુત્રદા એકાદશીનુ વ્રત, જાણો મૂહુર્ત, મંત્ર અને તારીખ
Putrada Ekadashi 2023: હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર દરેક મહિનામાં બે એકાદશી હોય છે. પુત્રદા એકાદશી શ્રાવણ મહિનામાં આવે છે, આ અવસર પર વ્રત કરવાથી સુયોગ્ય સંતાનનુ સુખ મળે છે.
તે રક્ષાબંધનના ચાર દિવસ પહેલા ઉજવવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જાણો પુત્રદા એકાદશીની તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજા પદ્ધતિ -

સાવન પુત્રદા એકાદશીની તિથિ અને શુભ સમય
પુત્રદા એકાદશી તિથિ 27 ઓગસ્ટના રોજ સવારે 12:03 વાગે શરૂ થશે અને 27 ઓગસ્ટે રાત્રે 09:32 વાગે સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને એકાદશી તિથિ 27 ઓગસ્ટે ઉજવવામાં આવશે. વ્રત પારણનો શુભ સમય 28 ઓગસ્ટના રોજ સવારે 05.57 થી 08.31 સુધીનો રહેશે.
પુત્રદા એકાદશીનું મહત્વ
શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પુત્રદ એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને વિષ્ણુની પૂજા કરવાથી લાંબા સમયથી ઈચ્છા રાખનાર પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશીના વ્રતના પુણ્યથી સુયોગ્ય અને તેજસ્વી સંતાનનો જન્મ થાય છે.
પૂજા પદ્ધતિ
- એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ કરવો.
- આ પછી પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરો.
- ત્યારબાદ ધૂપ, નૈવેદ્ય, દીપ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- તેમને ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો.
- આ પછી શ્રી હરિ વિષ્ણુને ભોગ ચઢાવો અને તે ભોગમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરો.
- વિષ્ણુની ઉપાસનામાં ભજન-કીર્તન કરીને જાગરણ કરવુ.
પુત્રદા એકાદશી માટે મંત્ર
पुत्रदा एकादशी पूजा मन्त्र - "ऊँ नमो भगवते वासुदेवाय"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
