આ રાશિના લોકો પોતાના એક્સ સાથે નથી રાખતા મિત્રતા
બ્રેકઅપમાંથી બહાર આવવાની અને આ સ્થિતિ સંભાળવાની તમામની રીત જુદી જુદી હોય છે. કેટલાક લોકોનો આ અનુભવ ખરાબ હોય છે, તો કેટલાક લોકો તેને યોગ્ય માને છે.
આપણે બધા જિંદગીમાં બ્રેકઅપના સમયમાંથી પસાર થઈએ જ છીએ, અથવા તો આપણું કોઈ અંગત આ તબક્કામાંથી પસાર થાય છે. બ્રેકઅપમાંથી બહાર આવવાની અને આ સ્થિતિ સંભાળવાની તમામની રીત જુદી જુદી હોય છે. કેટલાક લોકોનો આ અનુભવ ખરાબ હોય છે, તો કેટલાક લોકો તેને યોગ્ય માને છે.
હા, એવા પણ કેટલાક લોકો છે જે બ્રેક અપ બાદ પણ પોતાના એક્સ સાથે મિત્રતા રાખી શકે ચે. અને આવું કરવાની હિંમત ખૂબ ઓછા લોકોમાં હોય છે. પોતાના એક્સ સાથે મિત્રતા રાખવી અઘરી હોય છે કારણ કે તેનાથી તમારા કરંટ પાર્ટનર કે પરિવારને મુશ્કેલી થઈ શકે છે.
પરંતુ શું તમે જાણો છો કે જો બ્રેક અપ બંને પાર્ટનરની મરજીથી અથવા કોઈ લડાઈ કે ડ્રામા વગર થયું હોય તો પણ કેટલીક રાશિના લોકો એક્સ સાથે મિત્રતા નથી રાખતા. જે પોતાના એક્સ પાર્ટનરના મિત્ર નથી બની શક્તા, તે રાશિના લોકોને સમજવામાં જ્યોતિષ મદદ કરે છે.

કુંભ (21 જાન્યુઆરી -18 ફેબ્રુઆરી)
કુંભ રાશિના લોકો ઝડપથી બ્રેક અપ કરવામાં વિશ્વાસ નથી કરતા, અને જો બ્રેકઅપ થાય તો પોતાના એક્સ સાથે મિત્રતા નથી રાખી શક્તા. તે પોતાના એક્સ સાથે મિત્રતા રાખીને દુઃખ અનુભવવા નથી ઈચ્છતા. કારણ કે તેમના લાગે છે કે ભૂતકાળ ભૂલીને વર્તમાન પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે.

મકર રાશિ (23 ડિસેમ્બર- 20 જાન્યુઆરી)
મકર રાશિના લોકો માફીમાં વિશ્વાસ નથી રાખતા અને આ વાત મોટાભાગના લોકો જાણે છે. આ રાશિના લોકો બ્રેક અપ બાદ મિત્રતા કરવા નથી ઈચ્છતા. જો તમે આ રાશિના લોકોનું દિલ તોડ્યુ હસે તો આ લોકે તે વાત ક્યારેય નહીં ભૂલી શકે અને ન તો માફ કરસે. આ લોકો ક્યારેય પોતાના એક્સ સાથે મિત્રતા રાખવા સક્ષમ નથી હોતા.

વૃશ્વિક (24 ઓક્ટોબર-22 નવેમ્બર)
વૃશ્વિક રાશિના લોકો ઈર્ષાળુ સ્વભાવના હોય છે, એટલે જ એક્સ સાથે મિત્રતા રાખવી મુશ્કેલ હોય છે. પોતાના એક્સની જિંદગીમાં બીજા કોઈના આવવું તેમને પસંદ નથી એટલે જ મિત્રતા શક્ય નથી. એટલે સુધી કે જો આ લોકો પ્રયત્ન પણ કરે તો શક્ય છે કે તે તમને બીજા સામે નીચા પાડવાની તક શોધી રહ્યા હોય

સિંહ (23 જુલાઈ-23 ઓગસ્ટ)
સિંહ રાશિના વ્યક્તિઓને બીજા પાસેથી પ્રેમ મેળવવો કે પેમ્પર થવું ખૂબ જ પસંદ છે. એટલે જ પોતાના એક્સ સાથે મિત્રતા રાખી તેમને બીજા સાથે પ્રેમાલાપ કરતા જોઈ નથી શક્તા. જો સિંહ રાશિના લોકો પોતાના એક્સ સાથે મિત્રતા રાખે પણ તો તેમના નવા સંબંધ વિશે જાણવા કે વાત કરવા નથી ઈચ્છતા. પોતાના પૂર્વ પાર્ટનર સાથે મિત્રતા ના રાખવાનું કારણ છે તેમનો અડિયલ સ્વભાવ. જો તેમના એક્સે કશું ખોટુ કર્યુ છે તો તેઓ સહેલાઈથી નથી ભૂલતા.

મેષ (21 માર્ચ 19 ઓપ્રિલ)
મેષ હંમેશાથી એક પ્રતિસ્પ્રમધી રાશિ છે. આ રાશિના વ્યક્તિઓ પોતાના પૂર્વ પાર્ટનર સાથે મિત્રતા રાખવામાં રસ નથી લેતા. કારણ કે તેમની સાથે સ્પર્ધા કરવામાં વધુ ધ્યાન આપે છે. તેઓ જોવા માગે છે કે કોણ સારુ છે. આ રાશિના લોકો પોતાની જિંદગીમાં બનતી સારી ઘટનાઓ પોતાના એક્સ સુધી પહોંચાડવા મથે છે. તેના માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરે છે. આવું કરીને તે પોતાના એક્સને દુખી કરવાની કોશિશ કરે છે.
તો તમારા એક્સની રાશિ કઈ છે. નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં તમે શેર કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
