21 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ: જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત
નવરાત્રીમાં કરો વિધિવત રીતે ઘટસ્થાપના અને મેળવો ઇચ્છીત ફળ. તેનુ યોગ્ય મુહૂર્ત અને નવે દિવસમાંના અલગ-અલગ રૂપોની પૂજા. આ અંગે વધુ વાંચો અહીં
21 સપ્ટેમ્બર 2017 ગુરુવારના રોજ શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસો સુધી ચાલનારી આ પૂજામાં દેવી દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા અંબેની પૂજા કરવાથી જાતકોને દરેક મુશ્કેલીમાંથી છુટકારો મળે છે. આમ તો નવરાત્રી શરૂ થતાની સાથે સારો સમય શરૂ થઈ જાય છે, જેથી કોઈ પણ સમયે કળશની સ્થાપના કરી શકાય છે. જેથી ઘણા જાતકો શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપનાને ઓછુ પ્રાધાન્ય આપે છે. આ દિવસે આખો દિવસ ગમે ત્યારે કળશ સ્થાપન કરી શકાય છે. કારણ કે માતા દુર્ગા ક્યારેય પોતાના ભક્તોનું ખરાબ ઈચ્છતી નથી. પરંતુ યોગ્ય મુહૂર્તે સ્થાપના કરવામાં આવે તો તેનુ ફળ સારૂ મળે છે. તો જાણો તેનુ યોગ્ય મુહૂર્ત અહીં..

ઘટસ્થાપના મુહૂર્ત
જે ઘરોમાં નવરાત્રી પર ઘટ-સ્થાપના થાય છે તેમની માટે શુભ મુહૂર્ત 21 સપ્ટેમ્બરે સવારે 06 વાગ્યાને 03 મિનિટથી લઈ 08 વાગ્યાને 22 મિનિટ સુધી છે. આ દરમિયાન ઘટ સ્થાપના કરવી સાર રહેશે.
- અભીજીત મુહૂર્ત 11.36 થી 12.24 વાગ્યા સુધી
- દેવી બોધન 26 સપ્ટેમ્બર મંગળવારે રહેશે.
- બાંગ્લા પૂજા પદ્ધતિમાં માનનારા પંડાલો માટે આ દિવસે જ દ્વાર ખુલી જશે.
- જ્યારે 27 સપ્ટેમ્બર સપ્તમી તીથીએ સવારે 9.40 વાગ્યે મોડે સાંજ સુધી માતાના પટ ખુલ્લા રહેવાનું શુભ મુહૂર્ત છે.
નવરાત્રીમાં પૂજા થાય છે આ નવરૂપોની
21 સપ્ટેમ્બર 2017 : માતા શૈલપુત્રીની પૂજા
22 સપ્ટેમ્બર 2017 : માતા બ્રહ્મચારીણીની પૂજા
23 સપ્ટેમ્બર 2017 : માતા ચંદ્રઘંટાની પૂજા
24 સપ્ટેમ્બર 2017 : માતા કુષ્માંડાની પૂજા
25 સપ્ટેમ્બર 2017 : સ્કંદમાતાની પૂજા
26 સપ્ટેમ્બર 2017 : માતા કાત્યાયનીની પૂજા
27 સપ્ટેમ્બર 2017 : મા કાલરાત્રીની પૂજા
28 સપ્ટેમ્બર 2017 : મહાગૌરીની પૂજા
29 સપ્ટેમ્બર 2017 : માતા સિદ્ધિદાત્રીની પૂજા
30 સપ્ટેમ્બર 2017: દશેરા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
