Navratri 2024: અલગ હોય છે વિજયાદશમી અને દશેરા? જાણો શું છે અંતર
Vijayadashami 2024, Dussehra 2024, Navratri 2024: શિર્ષક વાંચીને તમને થોડી નવાઈ તો લાગી હશે. કારણે કે સમાન્ય રીતે આપણે વિજયાદશમી અને દશેરાને એક જ ગણતા હોઈએ છીએ. કેમ કે બંને એક જ દિવસે આવે છે. આસો સુદ દશમ એટલે કે નવરાત્રીના છેલ્લા નોરતા બાદ.
જોકે, તમે બંને તહેવારોને સમાન માનતા હોય તો તમારે પહેલા આ અહેવાલ વાંચવો જોઈએ. જેનાથી તમારા મનમાં ઉઠતા સવાલોનો જવાબ તમને મળી જશે.
વિજયાદશમી અને દશેરા વચ્ચે મોટો તફાવત છે. વિજયાદશમીનો તહેવાર માતા દુર્ગા સાથે સંબંધિત છે. જ્યારે દશેરાનો તહેવાર ભગવાન રામ સાથે સંબંધ ધરાવે છે.
વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમી દર વર્ષે આસો માસના શુક્ત પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર માતા દુર્ગા સાથે જોડાયેલો છે.
એક દંતકથા અનુસાર, મહિષાસુરે ભગવાન બ્રહ્માને તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા અને તેમના વરદાન માંગ્યું હતું કે, તેમને કોઈ પુરૂષ મારી શકે નહીં.
ત્યારે ભગવાન બ્રહ્માએ તેમને આ વરદાન આપ્યું, જેના કારણે મહિષાસુરે ત્રણેય લોક પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આમાંથી રાહત મેળવવા માટે, બધા દેવતાઓએ એક દૈવી શક્તિ પ્રગટ કરી હતી, જેના હાથમાં શસ્ત્રો હતા અને તેઓ સિંહ પર સવાર હતા.
જે બાદ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી આ શક્તિ અને મહિષાસુરનું યુદ્ધ ચાલ્યું હતું. જે બાદ આદિ શક્તિએ 10મા દિવસે મહિષાસુરનો વધ કર્યો. તેથી આસો સુદ દશમની તિથિએ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દશેરા - દશેરા હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે ભગવાન શ્રી રામ સાથે સંબંધ ધરાવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ત્રેતાયુગમાં આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. તેથી આ તિથિ પર દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે લોકો રાવણના પૂતળાનું દહન કરે છે.
આ વર્ષે ક્યારે ઉજવાશે દશેરા અને વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:58 કલાકે શરૂ થશે.
આ તિથિ 13 ઓક્ટોબરની સવારે 09:08 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં 12 ઓક્ટોબરના રોજ વિજયાદશમી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
