Mahalaxmi yog: આ રાશિમાં બનવા જઈ રહ્યો છે મહાલક્ષ્મી યોગ, આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિમાં શુક્ર અને બુધની યુતિ મહાલક્ષ્મી યોગ બનાવવા જઈ રહી છે.
નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિમાં શુક્ર અને બુધની યુતિ મહાલક્ષ્મી યોગ બનાવવા જઈ રહી છે. આ યોગ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવાનો છે. આ રાશિમાં પહેલેથી જ બુધ દેવ વિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રોના જણાવ્યા મુજબ બુધ અને શુક્રની યુતિથી મહાલક્ષ્મી યોગ બનશે. જ્યોતિષમાં શુક્રને વિલાસ, ધન, રોમાન્સ અને ઐશ્વર્ય વગેરેનો કારક માનવામાં આવે છે. વળી, બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંવાદનો કારક માનવામાં આવે છે. 18 જૂને બનનાર મહાલક્ષ્મી યોગથી અમુક રાશિઓને વિશેષ લાભ મળશે.

વૃશ્ચિક
આ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ શુભ સાબિત થઈ શકે છે. આ યોગના પ્રભાવથી આવક વધી શકે છે તેમજ વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકોનુ લગ્ન જીવન અથવા લવ લાઈફ શાનદાર રહેશે. જીવનમાં ખુશીઓ આવશે. મિત્રોનો સહયોગ મળશે. જીવનસાથીનો સહયોગ મળશે.

સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોની કુંડળીના 10માં ઘરમાં મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગના શુભ પ્રભાવથી કરિયરમાં ઉન્નતિની પ્રબળ સંભાવના છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને ઑફર મળી શકે છે. વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે.

મેષ
આ રાશિના લોકોની કુંડળીમાં બીજા ઘરમાં મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. કુંડળીનુ બીજુ ઘર પૈસા અને વાણીનુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. રોકેલા પૈસા મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. આ યોગ ખૂબ જ શુભ સાબિત થશે.

કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના આવકવાળા ઘરમાં મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. તેથી આવકમાં વધારો થઈ શકે છે. વેપારમાં આર્થિક પ્રગતિનો યોગ બની શકે છે. તેમજ બિઝનેસમાં કોઈ મોટી ડીલ કન્ફર્મ થઈ શકે છે. આ સિવાય આ સમય દરમિયાન માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
