ભાગ 2: રાશિ મુજબ જાણો પ્રેમ પંખીડા માટે કેવું રહેશે આ વર્ષ
શું તમે આ વર્ષે પ્રેમ સંબંધમાં પડવાનું વિચારી રહ્યા છો? કે પછી પ્રેમમાં ઓલરેડી પડી ચૂક્યા છે? કે પછી લગ્નનો થઇ ગયા છે પણ પત્ની જોડે સારા સમય ગાળવાનું વિચારી રહ્યા છે? કારણ જે પણ હોય પણ વર્ષ 2016માં તમારી રાશિ મુજબ તમારી પર્સનલ લાઇફમાં કેવા ઉતાર ચઢાવ આવશે તે જાણવા માટે તો તમારે આ આર્ટીકલ વાંચવો જ રહ્યો.
કારણ કે આજે અમે તમને તમારી રાશિ મુજબ આ વર્ષે તમારી લવ લાઇફ કેવી રહેશે તે વિષે જણાવાના છીએ. નોંધનીય છે કે આ પહેલાના ભાગ 1માં અમે 6 રાશિઓ મેષ, વૃષભ, કન્યા, કર્ક અને તુલાની લવલાઇફ વિષે જણાવ્યું હતું. જેની લિંક ઉપર લગાવી છે. આ સિવાય જો તમે ધનુર, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકો હોવ તો આ વર્ષ તમારી લવલાઇફ માટે કેવું રહેશે કેવા ઉતાર ચઢાવ આવશે. તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વૃશ્ચિક એટલે કે સ્કોર્પિયો
આ વર્ષ તમારા જીવનમાં પ્રવેશશે કોઇ તેવું વ્યક્તિ જે તમને ખુબ જ પોતાનું લાગી. પણ તે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરતા ચેતજો. કારણ કે તમારી ગ્રહો કહે છે કે તમે મેળવી શકો છો દગો.

વૃશ્ચિક રાશિ માટે ગ્રહોની દશા
કેતુની સ્થિતિ મુજબ તમારું મન દુભાશે તો રાહુની સ્થિતિ મુજબ તમે પ્રેમમાં પડશો. અને બૃહસ્પતિની સ્થિતિ તમને 8 જાન્યુઆરી બાદ કોઇના પ્રગાઢ પ્રેમ સંબંધમાં બાંધશે. પણ તમારે સાચા જીવનસાથીને મેળવવા માટે ધૈર્ય રાખવું પડશે. વળી 10 મે પછી તમારા જીવનમાં બધુ જ મંગળદાયી બની રહેશે. અને તમારા તમામ નિર્ણયો 99 ટકા સાચા પણ સાબિત થઇ શકે છે.

પરણીત લોકો માટે
વૃશ્ચિક રાશિના પરણીત જાતકો માટે 18 એપ્રિલથી 30 જૂન સુધી મંગળના પશગમનના કારણે તમારે સંબંધો સાચવવાની જરૂર પડે. તમારી પત્ની સાથે તમારા સંબંધો આક્રમક બની શકે છે. ક્ષમા કરશો તો ખુશ રહેશો. અને વધુ પડતા સંવેદનશીલ ના બનતા.

ધનુર રાશિ માટે લવ લાઇફ માટે બેસ્ટ છે 2016
ધનુર રાશિ માટે વર્ષ 2016 લવ લાઇફ માટે બેસ્ટ છે. શરૂઆતના 6 મહિના ખુબ જ સુખદાયી છે. પણ લગ્નેતરના સંબંધો થવાના પણ ચાન્સ છે. કારણ કે તમારી રાશિમાં મંગળની સ્થિતિ અનુકૂળ નથી. જેથી ગંભીર સંકટમાં પણ પડી શકો છો. સપ્ટેમ્બર પછી તમે યોગ્ય વ્યક્તિ જોડે સંબંધમાં પડી શકો છો.

પરણિત લોકો માટે આ વર્ષ
ધનુર રાશિના પરણિત જાતકોને એક જ સલાહ તમારા પાર્ટનરને સમજવાનો પ્રયાસ કરો તેને વધુ સમય આપો અને તાલમેલ બનાવી રાખો. એપ્રિલની શરૂઆતથી મધ્ય જૂન સુધી તમારા લગ્ન સંબંધો બગડી શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થશે પણ સંભાળજો.

મકર રાશિ
મકર રાશિ માટે આ વર્ષ મુશ્કેલીઓથી ભરેલું રહેશે. તમારી અવિનમ્રતા તમને કોઇના દિલમાંથી હંમેશા માટે બહાર નીકાળી શકે છે. તો તમારા વ્યવહારની પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરો. તમારી રાશિમાં મંગળની સ્થિતિ સારી નથી. માટે પોઝિટવ રહેશો તો જ સારું થશે. તમારા લગ્નનો સારો સમય 10 મે પછી આવશે.

મકર રાશિના પરણિત જાતકો માટે
તમને તમારા સંબંધોથી જોઇએ તેટલો પ્રેમ નહીં મળે. તમે તમારા પાર્ટનરને કે પ્રેમિકાને પોતાના કાબુમાં કરવાની પ્રયાસ ના કરતા. તમારા વિચારોમાં અસ્થિરતા આવશે. વિપરીંત લિંગ પ્રત્યે આકર્ષણ પણ થઇ શકે છે. તો સાવધાન રહેજો. 24 જાન્યુઆરીથી 24 મે સુધી તમારા સંબંધો ખૂબ સારા રહેશે. 13 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી પ્રેમમાં સકારાત્મક ઊર્જાનો સંચાર રહેશે.

કુંભ રાશિને મળે શકે છે દગો
જો તમે કુંવારા હોવ તો આ વર્ષે તમારા લગ્ન થવાની શક્યતા વધુ છે. બસ સાચા ટાઇમે પોતાની વાત કહી સાચા જીવનસાથીની પસંદગી કરો. બ્લાઇન્ડ ડેટ કરતા બચજો. જ્યારે કોઇની સાથે જોડાવાનો પ્રયાસ કરો તો તે પહેલા તેની વફાદારી અને તેના મન શું છે તે જાણી લેજો. કારણ કે તમને કોઇના દગો થવાની શક્યતા પણ રહેલી છે.

મેમાં થઇ શકે છે લગ્ન
મેના મધ્યમાં તમારા લગ્ન થવાની શક્યતા છે. તો આ વર્ષે તમે સિંગલ નહીં રહો તેવું પૂર્ણ શક્યતા છે. જો કે લગ્ન બાદ નવી જવાબદારીઓ અને સંબંધો વચ્ચે સંતુલન બનાવવું તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે. મૂડસ્વિંગ ના લીધે તમને લગ્ન કરી ભૂલ કરી હોય તેવું પણ લાગશે. પણ સમજદારી બતાવશો તો બધુ સારું થશે.

વૈવાહિક જીવન
જે લોકો વિવાહિત છે તેમનું આ વર્ષ ખૂબ જ રોમાન્ટિક અને પ્રેમ તથા સ્નેહથી ભરેલું રહેશે. 17 ફેબ્રુઆરીથી લઇને એપ્રિલ સુધી વિવાહિત જીવનમાં શુભ યોગ રહેશે. સપ્ટેમ્બરમાં પણ તમને જીવનનો આનંદ મળશે.

મીન રાશીની લવલાઇફ
કોઇની વ્યક્તિ જોડે સિરીયસ રિલેશનશીપમાં પડતા પહેલા પોતાના આકર્ષણને દૂર કરી તે વ્યક્તિને પરખો. પછી જ નિર્ણય લો. અને આ જો તમારો પહેલો પહેલો પ્રેમ હોય તો ખાસ. વળી પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ જોડે તમે પ્રેમ સંબંધમાં પડી શકો છો.

10 મે પછી ગ્રહો સારા
10 મે પછી તમારા ગ્રહોની દશા સારી થશે. સારી ઊર્જાના આભાષના કારણે તમને સારા નાસારાનો ભેદ સમજાશે. લગ્નના પણ યોગ છે. આ નાના-મોટા વિવાદ ઊભા થશે પણ પ્રેમ અને પરિપક્વતાથી જો તમે તેને હેન્ડલ કરશો તો વાંધો નહીં. મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય જૂન સુધી સંભાળજો.

પરણિત વ્યક્તિઓ માટે
તમને જીવનસાથીની મન મુજબ પ્રતિક્રિયા ના મળશે પરેશાન થઇ આક્રામક રવૈયો અપનાવી શકો છો. પણ સલાહએ છે કે આમ કરતા બચો. અને તેને સ્વતંત્રતા આપો. પરણિતી લોકો નકારાત્મક વિચારોના કારણે તનાવ ગ્રસ્ત રહેશે. પાર્ટનર જોડે મતભેદ રહેશો. તેને દૂર કરવાનો પ્રયાસ કરશો અને પાર્ટનરની જરૂરિયાત સમજશો તો વાંધો નહીં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
