આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ
હંમેશા આપણને એવા અનુભવ થતા હોય છે કે ક્યારેક કોઈ ફ્રેન્ડને અચાનક ગુસ્સો આવી જાય, થોડીવાર પછી તે શાંત પણ થઈ જાય.
હંમેશા આપણને એવા અનુભવ થતા હોય છે કે ક્યારેક કોઈ ફ્રેન્ડને અચાનક ગુસ્સો આવી જાય, થોડીવાર પછી તે શાંત પણ થઈ જાય. કેટલીકવાર આપણને આવું પતિ પત્ની વચ્ચે પણ જોવા મળે છે. ક્યારેક તેમને મૂડ એકદમ સારો રહે છે, તો થોડીક ક્ષણો બાદ તેમનામાં ચિડીયાપણું આવી જાય છે. આવા લોકો જેમનો મૂડ વારંવાર બદલાય છે તેમને આપણે મૂડી કહીએ છીએ.
આ પણ વાંચો: રહસ્યમય પર્સનાલિટીના હોય છે આ રાશિના લોકો
જો કે કેટલાક લોકોના મૂડ વિશે આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે આવા લોકોના મૂડ સ્વિંગ્સ ખૂબ ઝડપથી આવે છે.
આ પણ વાંચો: આ પાંચ રાશિવાળા લોકો પાસે હોય છે સૌથી સારું સેંસ ઓફ હ્યુમર
આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિના જાતકો સૌથી વધુ મૂડી હોય છે. ચાલો જાણીએ એ રાશિના જાતકો વિશે જે આ લિસ્ટમાં સામેલ છે.

મેષ
આ રાશિના જાતકોનો મૂડ બદલાવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. તેમનો મૂડ થોડી થોડીવારે બદલાયા જ કરે છે. અને આ રાશિના જાતકો પોતાના મૂડ પ્રમાણે જ ચાલે છે. જ્યારે તેઓ ખુશ હોય છે, તો તેઓ દુશ્મન સાથે પણ પ્રેમથી વર્તે છે, પણ જ્યારે તેમનો મૂડ ખરાબ હોય છે તો તેમના ગુસ્સાથી અંગત મિત્રો પણ પરેશાન થાય છે. લાંબા સમય સુધી આ રાશિના જાતકોનો મૂડ એક સરખો નથી રહેતો.

મિથુન
મૂડ સ્વિંગ્સ મામલે આ રાશિના જાતકો સાવ અલગ જ પ્રકારના હોય છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના મિજાજ વિશે વધુ સારી રીતે જાણી શકાય છે. તેમના જીવનમાં જે ચાલી રહ્યું હોય, તેને મિથુન રાશિના લોકો સોશિયલ મીડિયા પર જરૂર શેર કરે છે. જો કે તેમના ખુશમિજાજને ઓળખવો થોડો મુશ્કેલ છે. પણ જો આ રાશિના જાતકો કોઈનાથી દુઃખી છે, તો તેમની પોસ્ટ્સ પરથી તમે એ સહેલાઈથી જાણી શક્શો. જ્યારે કોઈ તેમની સ્થિતિ જાણવાની કોશિશ કરે છે તો તેઓ ખુશ હોવાનું દર્શાવીને ઢગલાબંધ કારણો આપે છે. પરંતુ મુદ્દાની વાતથી ભટકવાથી તેમનું જૂઠ્ઠાણું પકડાઈ જાય છે. મજાની વાત એ છે કે જ્યારે તેમનો મૂડ સારો થઈ જાય છે તો સોશિયલ મીડિયા પર તેમને પોતાના દુઃખી પોસ્ટ્સ અંગે પસ્તાવો પણ થાય છે.

કર્ક
કર્ક રાશિના લોકો કોઈ પણ વાતને ખૂબ જ ગહેરાઈથી મહેસૂસ કરે છે. તેઓ ભાવુક હોય છે, એટલે જ મૂડી હોય છે. જે પણ તેમની નજીક હોય છે, તેમને પ્રેમ કરે છે, તેના પર કર્ક રાશિના લાકો જીવ પણ કુરબાન કરવા તૈયાર હોય છે. પરંતુ જ્યારે તેમનો મૂડ બદલાય તો તેઓ એવું વર્તન કરે છે જાણે તેમના જીવનમાં તમારી કોઈ જરૂરિયાત જ ન હોય. જો કે આ રાશિના જાતકો આવું વર્તન એટલા માટે કરે છે કે તેઓ સામેવાળા વ્યક્તિને દુઃખી કરવા નથી ઈચ્છતા. કેટલીકવાર સામેવાળી વ્યક્તિ વિશેના તેમના વિચારો તેમના મૂડ પ્રમાણેના હોય છે.

તુલા
તુલા રાશિના જાતકોને મોટાભાગની વાતો અસર કરે છે. કેટલીકવાર તેમને એવી બાબતોથી દુઃખ થાય છે જેનાથી તેમને કંઈ લાગતું વળગતું જ ન હોય. એટલે તેમનો મૂડ સ્વિંગ થયા કરે છે. નાની નાની વાતો પર ખુશ થવું કે દુઃખી થવું એ તેમની આદત હોય છે. જ્યારે તેમનો મૂડ સારો નથી રહેતો તો તેઓ બિલકુલ લાપરવાહીથી જીવે છે. જો કે બાદમાં તેમને આ વાતનો પસ્તાવો થાય છે, અને ફરી તેઓ દુઃખી થઈ જાય છે.

વૃશ્વિક
આ રાશિના જાતકો ખૂબ જ ફાસ્ટ હોય છે. કોઈ પણ ચીજ પ્રત્યે તેઓ અલગ જ પ્રકારના ઝનૂની હોય છે, જેની અસર તેમના મૂડ પર પણ પડે છે અને તેમના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં તેમનો મૂડ ફક્ત તેમના ચહેરા પરથી જ નહીં પરંતુ બોડી લેન્ગવેજ અને વર્તન પરથી પણ જાણી શકાય છે. આ જ કારણ છે કે જ્યારે તમે તેમની આંખોમાં જોવાની કોશિશ કરશો તો દર વખતે તમને અલગ નજર દેખાશે. એટલે જ કદાચ જો વૃશ્વિક રાશિના લોકો તમારા વિશે શું વિચારે છે એ જાણી નથી શક્તા તો તમે સાચા છો. કારણ કે આ રાશિના લોકોને ઓળખવા થોડા મુશ્કેલ છે. તમે કેવા છો, શું છો તે બધું આ રાશિના લોકો પોતાના મૂડ પ્રમાણે વિચારે છે.

મીન
મીન રાશિના લોકો મોટા ભાગે બધું જ દિલ પર લઈ લે છે. નાની નાની વાતો તેમને અસર કરે છે, અને આ વાતો તે ધ્યાનમાં રાખે છે. જેની અસર તેમના મૂડ પર પણ પડે છે. આ રાશિના લોકોનો મૂડ સમજવો મુશ્કેલ છે, કારણ કે તેઓ પરિસ્થિતિને પોતાના સુધી જ રાખે છે. અંદર અંદર તેઓ વાતોને સમજવાનો પ્રયાસ કરે છે, એટલે મોટાભાગે પરિસ્થિતિ તેમના મૂડ પર અસર કરે છે અને તેમનો મૂડ બદલાયા કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
