જાણો ભગવાન શીવના પ્રિય રૂદ્રાક્ષ વિશે કેટલાક રસપ્રદ તથ્યો
રૂદ્રાક્ષ શબ્દ બે શબ્દના મેળથી બન્યો છે. પહેલો શબ્દ રૂદ્ર જેનો અર્થ ભગવાન શિવ અને બીજો શબ્દ અક્ષ જેનો અર્થ આંસુ થાય છે. કહેવાય છે કે રૂદ્રાથની ઉત્પતિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે.
રૂદ્રાક્ષ શબ્દ બે શબ્દના મેળથી બન્યો છે. પહેલો શબ્દ રૂદ્ર જેનો અર્થ ભગવાન શિવ અને બીજો શબ્દ અક્ષ જેનો અર્થ આંસુ થાય છે. કહેવાય છે કે રૂદ્રાથની ઉત્પતિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે. ભગવાન શિવની આંખોથી ઉત્પન થયેલી આ મોતી બુંદોએ સમગ્ર પ્રકૃતિને અલૌકિક શક્તિ આપી અને માનવ ચેતનાને જાગૃત કરવામાં મદદરૂપ બની. રૂદ્રાક્ષના વૃક્ષો દક્ષિણ એશિયાના જાવા, મલેશિયા, તાઈવાન, નેપાળ અને ભારતમાં જોવા મળે છે. ભારતમાં રૂદ્રાક્ષ આસામ, અરૂણાચલ અને દહેરાદુનમાં જોવા મળે છે. રૂદ્રાક્ષના ફળોમાંથી બીજને પાણીમાં પલાળીને સાફ કરાય છે. રૂદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા એવી છે કે સતીના મૃત્યુ બાદ શિવને દુખ થયુ એને એમના આંસુઓ જ્યા પડ્યા ત્યા રૂદ્ધાની ઉત્પતિ થઈ. મોટાભાગના શિવ મંદિરોમાં પંચમુખી રૂદ્રાક્ષ જોવા મળે છે. જો કે શાસ્ત્રોમાં એકથી ચૌદ મુખી રૂદ્રાક્ષનું વર્ણન આવે છે. રૂદ્રાક્ષના મુખની ઓળખ તેને વચ્ચેથી કાપીને કરાય છે. રૂદ્રાક્ષના મુખ મુજબ તેનુ ફળ મળે છે.

એક મુખી રુદ્રાક્ષને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે
આ શિવનું મુળ સ્વરૂપ છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે. એક મુખી રુદ્રાક્ષને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. તે સૂર્યના શુભ ફળ મેળવવા અને અશુભ ફળથી છૂટકારો મેળવવા માટે પહેરવામાં આવે છે.

દ્વિમુખી રુદ્રાક્ષ એ દેવી પાર્વતી અને દેવતા શંકર એટલે કે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે
દ્વિમુખી રુદ્રાક્ષ એ દેવી પાર્વતી અને દેવતા શંકર એટલે કે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. તેને પહેરવાથી મુક્તિ અને સમૃદ્ધિ મળે છે. આ સિવાય શરીરના અનેક રોગો દૂર થાય છે.

ત્રિમુખી રુદ્રાક્ષ અગ્નિ દેવતાનું સ્વરૂપ છે
ત્રિમુખી રુદ્રાક્ષ અગ્નિ દેવતાનું સ્વરૂપ છે. તેને બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાના શક્તિશાળી સ્વરૂપો તેમજ પૃથ્વી, આકાશ ક્ષેત્રથી સંબંધિત છે. તે બુદ્ધિ વિકાસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ તેમજ લોહીના વિકારથી છૂટકારો મેળવવા માટે પહેરાય છે.

ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે
ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ચાર વેદનું પ્રતીક છે અને ધર્મ, કળા, કામ અને મોક્ષ આપે છે. તમામ જાતિના લોકો તેને પહેરી શકે છે.

પંચમુખી રુદ્રાક્ષ એ કાલાગ્નિ રુદ્રનું સ્વરૂપ છે
પંચમુખી રુદ્રાક્ષ એ કાલાગ્નિ રુદ્રનું સ્વરૂપ છે. તે પંચ બ્રહ્માનું સ્વરૂપ અને પાંચ તત્વોનું પ્રતીક પણ છે. તે દુખ નિવારણ, આરોગ્યને પ્રોત્સાહન આપનાર, જીવન-વધારનાર, સર્વ લાભકારી, અને પુણ્ય આપનાર છે. તે જાંઘ અને યકૃતના રોગોથી છૂટકારો મેળવવા માટે પહેરવામાં આવે છે.

આ શિવકુમાર ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે
આ શિવકુમાર ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, અને મત્સાર ઉપર નિયંત્રણ મળે છે. આત્મશક્તિ, ઇચ્છાશક્તિ, જ્ઞાનમાં વધારો કરે છે.

સપ્તમુખી રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ છે
સપ્તમુખી રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ છે. તે વ્યક્તિને ઘમંડથી બચાવે છે. સાત મુખી રુદ્રાક્ષ અહંકારથી બચાવે છે અને મૃત્યુની વેદનાથી મુક્ત કરે છે.

અષ્ટમુખી રુદ્રાક્ષ વિનાયક એટલે કે ગણેશ નું સ્વરૂપ છે
અષ્ટમુખી રુદ્રાક્ષ વિનાયક એટલે કે ગણેશ નું સ્વરૂપ છે. આઠ મુખી રુદ્રાક્ષને બટુક ભૈરવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આઠ દેવીઓ તે પહેરેલી વ્યક્તિનું રક્ષણ કરે છે. તેને સમાજમાં માન અને સન્માન મળે છે અને જીવન અવરોધ મુક્ત રહે છે.

નવમુખી રુદ્રાક્ષનું નામ ભૈરવ છે
નવમુખી રુદ્રાક્ષનું નામ ભૈરવ છે. આ રુદ્રાક્ષ દેવી દુર્ગાનું સ્વરૂપ છે. તે ધર્મરાજના સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી શૌર્ય, સહનશક્તિ, હિંમત, બહાદુરી, સહિષ્ણુતા, સખાવત વધે છે.

દસ મુખી રુદ્રાક્ષ જનાર્દન એટલે કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે
દસ મુખી રુદ્રાક્ષ જનાર્દન એટલે કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી, દસ દેવો પ્રસન્ન થાય છે અને ધારકને દૈવી શક્તિ આપે છે. જે પહેરીને વ્યક્તિનું જીવન અવરોધ મુક્ત રહે છે અને તેને બધી ખુશી મળે છે.

અગિયાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે
અગિયાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. તે ભગવાન શંકરના અગિયારમો અવતાર, 11 રુદ્રો અને સંકટોમોચન મહાવીર બજરંગબલીનું પ્રતીક છે. તેને પહેરનાર વ્યક્તિને સાંસારિક સુખ અને સંતાન સુખ મળે છે.

બાર મુખી રુદ્રાક્ષ કાનમાં પહેરવાથી બાર આદિત્ય સહિત સુર્ય પ્રસન્ન થાય છે
બાર મુખી રુદ્રાક્ષ કાનમાં પહેરવાથી બાર આદિત્ય સહિત સુર્ય પ્રસન્ન થાય છે. આ રુદ્રાક્ષ તમામ અવરોધોને દૂર કરે છે. તેને આદિત્ય રુદ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રુદ્રાક્ષ સૂર્યજન્ય રોગોને મટાડવા માટે પહેરવામાં આવે છે.

આ રુદ્રાક્ષ એ ઇન્દ્રનું સ્વરૂપ છે
આ રુદ્રાક્ષ એ ઇન્દ્રનું સ્વરૂપ છે. તે અર્થ પ્રદાતા અને કામના પુર્તિ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તેની અસર શુક્ર ગ્રહ જેવી જ છે.

ચતુર્દશમુખી રુદ્રાક્ષ ભગવાન હનુમાનનું સ્વરૂપ છે.
ચતુર્દશમુખી રુદ્રાક્ષ ભગવાન હનુમાનનું સ્વરૂપ છે. તે હનુમાત રુદ્રાક્ષ તરીકે પણ પ્રખ્યાત છે. જે મુશ્કેલીઓથી મુક્તિ આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
