કુંભ પ્રેમ રાશિફળ 2022(Aquarius Love Horoscope): લવ લાઈફમાં મળશે મિશ્ર પરિણામ
કુંભ રાશિના જાતકોને વર્ષની શરુઆતના ચાર મહિનામાં લવ લાઈફમાં મિશ્ર પરિણામ મળશે. જાણો કુંભ પ્રેમ રાશિફળ 2022.
નવી દિલ્લીઃ કુંભ રાશિના જાતકોને વર્ષની શરુઆતના ચાર મહિનામાં લવ લાઈફમાં મિશ્ર પરિણામ મળશે. આ દરમિયાન અમુક જાતકોને ભરપૂર પ્રેમ મળશે જ્યારે અમુક પોતાના પ્રેમથી વંચિત પણ થઈ શકે છે. એપ્રિલ બાદથી થોડુ સ્થાયિત્વ આવશે અને તમે પ્રેમી-પ્રેમિકા સાથે સારો સમય પસાર કરશો. એપ્રિલ મહિનાના મધ્ય બાદથી શનિનુ ગોચર કુંભ રાશિમાં થવાના કારણે પ્રેમ સંબંધોને નવી ઉર્જા મળશે. તમારે મનગમતો પાર્ટનર મળવાના યોગ બનશે અને તેની સાથે સારો સમય પસાર કરી શકશો. આ દરમિયાન અપરિણીતોના લગ્નના યોગ પણ બનશે અને પરિણીતોનુ દાંપત્ય જીવન મધુર બનશે.

પ્રેમ મેળવવા માટેના તમારા બધા પ્રયત્નો સાર્થક સાબિત થશે. જૂનથી ઓક્ટોબર મહિના સુધી લવ લાઈફમાં સકારાત્મક પરિણામ મળશે. જેમના પ્રેમી-પ્રેમિકા તેમનાથી દૂર થઈ ગયા હોય તેમના પુનર્મિલન થવાના યોગ બનશે. વર્ષના અંતિમ મહિને ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે સંબંધોમાં મનદુઃખના કારણે આવેલ અંતર ઘટાડવાનો સમય રહેશે. જો કોઈ મતભેદ હોય તો પરસ્પર બેસીને વાત કરી લો. આનાથી મતભેદ ઉકેલાઈ જશે. આ સમયમાં તમારો પ્રેમ સંબંધ લગ્નમાં પણ ફેરવાઈ શકે છે. આમાં કોઈ નજીકના મિત્ર કે પરિવારના કોઈ સભ્યનો સહયોગ મળશે. વર્ષનો અંતિમ મહિનો તમને એ બધુ આપશે જેની ઈચ્છા તમે આખુ વર્ષ કરતા આવ્યા છો. આ સમય પ્રેમને નવી ઉંચાઈ આપવાનો રહેશે.
ઉપાયઃ કુંભ રાશિના જાતકોએ પોતાની કુંડળીમાં શનિની સ્થિતિ અનુસાર નીલમણી ધારણ કરવુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
