જાણો નવરાત્રીમાં કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરશો
નોરતાના નવે નવ દિવસ લગભગ દરેક ઘરમાં માતાની પુજા-અર્ચના થાય છે. જે જાતકો કળશની સ્થાપના કરી, આખી નવરાત્રી વ્રત કરી માતાની આરાધના કરે છે તેવા લોકોને માતાના સ્વરુપો પ્રમાણે તેવા રંગના કપડા પહેરવાથી વિશેષ લાભ થાય છે. જાણો કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરવાથી થશે લાભ.

- પ્રથમ દિવસ- દુર્ગાનુ પહેલુ રુપ "શૈલપુત્રી". જેમના કપડાનો કલર છે લાલ. માટે પ્રથમ દિવસે લાલ રંગના કપડા પહેરવા જોઈએ.
- બીજો દિવસ-નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્માણીની અર્ચના થાય છે. માટે આ દિવસે રૉયલ બ્લુ રંગના કપડા પહેરવા જોઈએ.
- ત્રીજા દિવસ-નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે માં ચંન્દ્રઘંટાની આરાધના. માટે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરી માતાને મનાવવા જોઈએ.
- ચોથો દિવસ-માતા દુર્ગાનો ચોથો દિવસ એટલે માતા કુષ્માન્ડા દેવીનો. આજના દિવસે સાધકોએ તેમની સ્તુતી કરવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
- પાંચમો દિવસ-પાંચમો દિવસ એટલે માતા સ્કન્દમાતાનો દિવસ. આજના દિવસે ગ્રે રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
- છઠ્ઠો દિવસ-માતા દુર્ગાનુ છઠ્ઠુ રૂપ એટલે માં કાત્યાની દેવી. આ દિવસે સાધકોએ કેસરી વસ્ત્રો ધારણ કરી માતાને પ્રસન્ન કરવા જોઈએ.
- સાતમો દિવસ-નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની ઉપાસના થાય છે જેમાં માતાને ખુશ કરવા સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી લાભ થાય છે.
- આઠમો દિવસ-આ દિવસે માતાની આઠમી શક્તિ મહાગૌરીની પુજા થાય છે. મહાગૌરીનુ સ્વરુપ ગુલાબી રંગનુ હોય છે. માટે સાધકોએ ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ.
- નવમો દિવસ-નવરાત્રીના નવમાં દિવસે માતાનુ નવમુ સ્વરુપ માતા સિધ્ધિદાત્રીની આરાધના થાય છે. માતા સિધ્ધિદાત્રીનો રંગ ગૌવર્ણ છે. જેથી નવમા દિવસે સાધકોએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
