Karwa Chauth 2024: શું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે રાખી શકે છે કડવા ચોથનું વ્રત? જાણો નિયમ
Karwa Chauth 2024: હિન્દુ ધર્મમાં કડવા ચોથના વ્રતનું ઘણું મહત્વ છે. કડવા ચોથનું વ્રત પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. જેમાં તેઓ સમગ્ર દિવસ દરમિયાન નિર્જળા ઉપવાસ રાખે છે, અને રાત્રે ચંદ્રદેવના દર્શન કરીને પોતાનું વ્રત ખોલે છે.
આવામાં ઘણા નવી નવી પ્રેમિકાઓ પોતાના પ્રિયતમ માટે કડવા ચોથનું વ્રત રાખતી હોય છે. જો તમે પણ તમારા પ્રેમી માટે કડવા વ્રત ચોથનું વ્રત રાખવા માંગો છો તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે.
દર વર્ષે કડવા ચોથના પવિત્ર તહેવાર પર, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને તેમના પરિવારની સુખ અને શાંતિ માટે વ્રત રાખે છે. હાલ અપરણિત છોકરીઓના મનમાં સવાલ થતો હશે કે, શું ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ માટે આ વ્રત રાખી શકે છે?
હિન્દુ કેલેન્ડર અનુસાર, દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ કડવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ તારીખ 20 ઓક્ટોબરના રોજ સવારે 6:40 વાગ્યાથી શરૂ થશે અને 21 ઓક્ટોબરના રોજ સવારે 4:16 વાગ્યે સમાપ્ત થશે.
ઉદયા તિથિ અનુસાર, કડવા ચોથનું વ્રત મુખ્યત્વે 20 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે. પૂજા માટેનો શુભ સમય સાંજે 5:46 થી 7:09 સુધીનો રહેશે, જ્યારે ચંદ્ર 7:54 કલાક બાદ દેખાશે.
પરિણીત મહિલાઓ માટે કડવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ તેમના પતિના લાંબા આયુષ્ય, તેમના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તેમના દામ્પત્ય જીવનને ખુશ રાખવા માટે આ વ્રત કરે છે. વર્તમાન સમયમાં પતિઓ પણ પોતાની પત્નીના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કડવા ચોથના વ્રતથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે, અને દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ પણ આવે છે.
જોકે, આ ઉપવાસ મુશ્કેલ છે. કારણ કે, ખોરાક અને પાણીના સેવન પર પ્રતિબંધિત છે. નિર્જળા ઉપવાસ હોવા છતાં પરિણીત યુગલો આ વ્રત સંપૂર્ણ વિધિઓ સાથે પાળે છે.
વર્તમાન મોર્ડન જમાનાની યુવા પેઢી પણ પોતાના પ્રેમી કે ભાવિ જીવનસાથી માટે કડવા ચોથનું વ્રત રાખે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અપરિણીત છોકરીઓએ આ વ્રત રાખવું જોઈએ કે કેમ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગર્લફ્રેન્ડ તેમના બોયફ્રેન્ડ અથવા ભાવિ પતિ માટે કડવા ચોથનું વ્રત રાખી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં નથી અથવા સગાઈ નથી થઈ તેઓ પણ તેમના ભાવિ પતિ માટે આ વ્રત રાખી શકે છે. જોકે, અપરિણીત મહિલાઓએ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કડવા ચોથના વ્રતના દિવસે પરિણીત મહિલાઓને સાસુ દ્વારા સરગી આપવામાં આવે છે, સૂર્યોદય પહેલા તેનું સેવન કર્યા બાદ વ્રત શરૂ થાય છે, પરંતુ અપરિણીત છોકરીઓ જાતે સરગી ખરીદી શકે છે, અને સૂર્યોદય પહેલા પહેરી શકે છે.
સરગી બાદ નવા વસ્ત્રો પહેરીને ભગવાનનું નામ લઈને વ્રત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આ પછી ભગવાન ગણપતિ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
કડવા ચોથનું વ્રતના પારણા પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે અલગ છે. જ્યારે પરિણીત મહિલાઓ ચંદ્રને જોઈને અને પતિના હાથનું પાણી પીને ઉપવાસ તોડે છે.
જ્યારે અપરિણીત છોકરીઓ ચંદ્રને બદલે તારાઓ જોઈને અને ચાળણીનો ઉપયોગ કરીને ઉપવાસ તોડી શકે છે. તારાઓ જોયા પછી, અપરિણીત મહિલાઓ પોતે પાણી અથવા મીઠાઈનું સેવન કરી શકે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
