Yam Deepak On Kali Chaudas: કાળી ચૌદશના દિવસે ક્યારે પ્રગટાવાનો યમ દીપક, જાણો સંપૂર્ણ વિધિ
Yam Deepak On Kali Chaudas: દર વર્ષે પંચાંગ મુજબ નરક ચતુર્દશીના દિવસે યમ દીપક પ્રગટાવવામાં આવે છે. આ દિવસે પરિવારના સભ્યો યમરાજને સારા અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. નરક ચતુર્દશીના દિવસે જ નાની દિવાળી એટલે કે કાળી ચૌદશ પણ ઉજવવામાં આવે છે.
દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે જેમાં ધનતેરસ, નરક ચતુર્દશી (કાળી ચૌદશ), દીવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજના તહેવારો ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને કાળી ચૌદસ કે નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યમ તર્પણ અને યમ દીપ પ્રગટાવવાની તિથિ, સમય, પદ્ધતિ અને મહત્વ વિશે વિગતવાર જાણીએ.

નરક ચતુર્દશીની તારીખ અને સમય
કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 11 નવેમ્બરે ઉજવવામાં આવશે. 11મી નવેમ્બરે નરક ચતુર્દશના દિવસે સાંજે 6થી 7 યમ દીવો પ્રગટાવવાનો શુભ સમય રહેશે. નરક ચતુર્દશીના દિવસે સ્નાન અને તર્પણનું પણ વિશેષ મહત્વ છે. સ્નાન માટેનો શુભ સમય સૂર્યોદય પહેલા 05:28થી 06:41 સુધીનો છે.
યમ દીપક પ્રગટાવવાની સંપૂર્ણ રીત
કાળી ચૌદશના દિવસે સાંજે યમના નામનો ચારમુખી દીવો પ્રગટાવવામાં આવે છે. યમ દીવો પ્રગટાવવા માટે ઘરમાં જેટલા સભ્યો હોય તેટલા મુઠ્ઠી ચોખા માટીના વાસણમાં રાખવામાં આવે છે. પછી ચોખાથી ભરેલા આ વાસણ પર ચાર બાજુનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેના પર સરસિયાનુ તેલ નાખીને પ્રગટાવો.
આ દીવો ઘરની દક્ષિણ દિશામાં અથવા ઘરના દરવાજાની બહાર રાખો. આ પછી, ભગવાન યમને પ્રાર્થના કરો કે ઘરમાં અકાળ મૃત્યુ ન આવે અને બધા સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે. તેમજ ઘરના સભ્યો માટે નરકના દરવાજા બંધ થઈ જાય. બીજા દિવસે આ ચોખા અને દીવો વહેતા પાણીમાં તરતો મૂકી દો.
યમ દીપ પ્રગટાવવાનું મહત્વ
નરક ચતુર્દશીના દિવસે અકાળ મૃત્યુથી મુક્તિ માટે ભગવાન યમની પૂજા કરવામાં આવે છે. આ સાથે એક પૌરાણિક ધાર્મિક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કારતક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકાસુરનો વધ કરીને દેવતાઓ અને ઋષિઓને તેમના આતંકમાંથી મુક્ત કર્યા હતા. તેથ, જીવનમાંથી નરકના માર્ગો અને દુર્ગુણોને દૂર કરવા માટે આ દિવસે યમ દીપ પ્રગટાવવામાં આવે છે.
નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
