ગુરુ ગ્રહ અસ્ત થવાથી આ રાશિની વધશે મુશ્કેલી
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને મહત્વનો મનાયો છે, કારણ કે તેને સમસ્ય દેવતાઓના ગુરુ કે માર્ગદર્શક મનાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને મહત્વનો મનાયો છે, કારણ કે તેને સમસ્ય દેવતાઓના ગુરુ કે માર્ગદર્શક મનાય છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 13 નવેમ્બર, 2018 મંગળવારે દેવગુરુ અસ્ત થઈ રહ્યા છે. જેને કારણે તમામ 12 રાશિ પર અસર પડશે.
કહેવાય છે કે ગુરુ અસ્થ થવાથી સારામાં સારા લોકોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે અને મનુષ્ય નકામી વસ્તુઓમાં લિપ્ત બને છે. એક વખત સ્વયં દેવગુરુની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ હતી. અને તેમણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હતો. પરંતુ જ્યારે તેમની બુદ્ધિ પાછી આવી ત્યારે ગુરુએ ફરી અગ્નિની સાક્ષીએ પત્નીને સ્વીકારી હતી.
આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે ખાઉધરા!
ચાલો જાણીએ ગુરુના અસ્ત થવાથી કઈ રાશિની મુશ્કેલી વધશે અને કઈ રાશિના લોકોએ ધ્યાન રાખવું પડશે?

મેષ
આ સમયગાળા દરમિયાન તમને ખૂબ ગુસ્સો આવશે, જેના કારણે તમને મોટું નુક્સાન થઈ શકે છે. સાથે જ સંતાન પક્ષ તરફથી પણ તમને દુઃખ મળી શકે છે. દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે, એટલે સાવધાની રાખવી જરૂરી છે.

વૃષભ
આ રાશિના જાતકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત જીવનસાથી સાથે પણ તમારા મતભેદ થઈ શેક છે. તમારા દુશ્મનોથી સાવધાન રહો. તેઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચીને તમારા કામ અટકાવી શકે છે.

મિથુન
આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ઠીકઠાક રહશે. એટલે તમે ખર્ચા પર ધ્યાન આપો. વેપારી વર્ગના જાતકોને પણ નુક્સાન થવાની શક્યતા છે. વાણી પર નિયંત્રણ રાખો અને વાદ વિવાદમાં ન પડો.

કર્ક
તમારા અંગત જીવનમાં જાતભાતની મુશ્કેલી આવી શકે છે, ખાસ કરીને જીવનસાથી સાથે મતભેદ થશે. સંતાન તરફથી પણ મુશ્કેલી આવી શકે છે. જો બોલો તે સમજી વિચારીને બોલો. ખોટા શબ્દો મુશ્કેલી ઉભી કરી શકે છે.

સિંહ
આ સમયે દુશ્મનો તમને નુક્સાન પહોંચાડી શકે છે, સાવધાન રહો. સાથે જ સંતાનને પણ મુશ્કેલી આવી શકે છે. તેમના રસ્તામાં કેટલાક પ્રકારની મુશ્કેલી આવી શકે છે. ખોટા ખર્ચ ન કરો.

કન્યા
તમારા કોઈ નજીકનું વ્યક્તિ તમને દગો આપી શકે છે, એટલે આંખ બંધ કરીને ભરોસો ન કરો. જો માનસિક શાંતિ ઈચ્છો છો તો દાન પુણ્ય કરો.

તુલા
તુલા રાશિના લોકો આ સમય દરમિયાન પૂજા પાઠમાં ધ્યાન આપે. ગરીબોને દાન અને મોટા લોકોનો આદર કરો. ખોટો ડર મનમાં ઘર કરે તેને ટાળો. થોડા સાહસિક બનો.

વૃશ્વિક
તમારા શબ્દો સમજી વિચારીને વાપરો. ઝઘડાથી દૂર રહો. આ દરમિયાન તમારી વાત મનાવવા માટે ખોટું ન બોલો, નહીં તો પાછળથી માત્ર પસ્તાવો જ થશે.

ધનુ
ધનુ રાશિના જાતકો પોતાના નિર્ણય સમજી વિચારીને લો. ઉતાવળ નુક્સાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ તમારે આ સમયગાળા દરમિયાન વાહન ન ખરીદવું જોઈએ.

મકર
આ રાશિના જાતકોને તમામ કાર્યમાં નિરાશા થઈ શકે છે. શક્ય હોય તો નવું કામ શરૂ ન કરો.

કુંભ
આરોગ્ય અંગેની સમસ્યા તમને પરેશાન કરી શકે છે, જેના કારણે કેટલાક મહત્વના કામ અટકી જશે. તો દાંપત્ય જીવનમાં પણ કંકાસ થવાથી તમારી માનસિક શાંતિ ભંગ થઈ શકે છે.

મીન
જો તમે ધાર્મિક કાર્યમાં ભાગ લેશો તો તમને થોડીક રાહત મળી શકે છે. ગરીબોની મદદ કરવી તમારા માટે લાભદાયક રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
