Holi 2023 : ક્યારે ઉજવાય છે હોળી ભાઇ બીજ, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
Holi 2023 : હિન્દુ પંચાંગ અનુસાર, ભાઈ બીજના દિવસે સ્નાન વગેરે કર્યા બાદ, બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. આ સાથે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે.
Holi 2023 : હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક ભાઇ બીજ છે. આ તહેવાર ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક છે. હિન્દુ કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર, વર્ષમાં બે વાર ભાઇ બીજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરતા તિલક કરીને રક્ષા પોટલી બાંધે છે.

ક્યારે ઉજવાય છે હોળી ભાઇ બીજ
ચૈત્ર માસના વદ પક્ષની બીજની તિથિના રોજ ભાઇ બીજનું પર્વ ઉજવાય છે. આ ભ્રાતૃ દ્વિતિયા નામથી પણ જાણવામાં આવે છે. આ અહેવાલમાં ભાઇ બીજની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણીશું.

ભાઈ બીજ 2023 તારીખ અને શુભ સમય
- ચૈત્ર માસની બીજી તિથિ શરૂ થાય છે - 8 માર્ચે સાંજે 7.42 કલાકે
- ચૈત્ર મહિનાની બીજી તિથિ સમાપ્ત થાય છે - 9 માર્ચ રાત્રે 8.54 કલાકે
- હોળી ભાઈ બીજ તારીખ - 9 માર્ચ 2023, ગુરુવાર
- અભિજીત મુહૂર્ત - સવારે 11.55 થી 12.42 સુધી
- હસ્ત નક્ષત્ર - 9 માર્ચે સવારે 4.20 થી 10 માર્ચના રોજ સવારે 5.57 કલાકે

હોળી ભાઈ બીજ 2023નું મહત્વ
ભાઈ બીજ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. દિવાળીમાં યોજાતા ભાઈ બીજનું મહત્વ વધુ છે, પરંતુ હોળીના બીજા દિવસે આવતી ભાઈ બીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાઈ અને બહેનને એકબીજા પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે.
આ દિવસે બહેનો તેમના ભાઈઓ માટે સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની કામના કરે છે. આ સાથે ભાઈઓ તેમની બહેનોને પ્રેમભરી ભેટ આપે છે.












Click it and Unblock the Notifications
