Diwali 2021: દિવાળીના દિવસે શું કરવુ અને શું ન કરવુ?
લક્ષ્મી-ગણેશની પૂજા કરતી વખતે અમુક ખાસ વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.
નવી દિલ્લીઃ કહેવાય છે કે દિવાળીના દિવસે મા લક્ષ્મી ધરતી પર વિચરણ કરવા આવે છે અને જેના ઘર પર તેમની કૃપા થઈ જાય છે, તે ઘર સુખ-શાંતિ અને સંપન્નતાનુ પર્યાય બની જાય છે. આ દિવસે લોકો પોત-પોતાના ઘરોને ખૂબ જ સુંદર રીતે સજાવે છે અને શ્રદ્ધાપૂર્વક મા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરે છે. જો કે લક્ષ્મી-ગણેશની પૂજા કરતી વખતે અમુક ખાસ વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

આવો, જાણીએ લક્ષ્મી-ગણેશ પૂજનમાં શું કરવુ અને શું ન કરવુ
શું કરવુ
- પોતાના ઘરની જેમ તમે પોતાની પણ દિવાળીના દિવસે સાફ-સફાઈ કરવી.
- નાહી-ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. કાળા અને વાદળી કપડા ન પહેરવા.
- અમુક લોકો દિવાળી પર વ્રત પણ રાખે છે અને લક્ષ્મી પૂજન બાદ પોતાનો ઉપવાસ તોડે છે.
- મા લક્ષ્મી અને ગણેશની પૂજા પૂરી શ્રદ્ધા અને પ્રેમથી કરે.
- સામર્થ્યઅનુસાર ભગવાનને પ્રસાદ ધરાવવો, આમ પણ ઈશ્વર તો ભક્તોની ભક્તિ અને પ્રેમ જુએ છે.
- મા લક્ષ્મીને સામાન્ય રીતે ખીરનો પ્રસાદ અને ગણપતિજીને લડ્ડુ કે મોદકનો પ્રસાદ ધરાવાય છે.
- આ દિવસે ગરીબોને દાન આપો, બની શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવો.
- મા લક્ષ્મીને ઝાડુ પણ ચડાવો.
- કુમકુમથી શુભ-લાભ, શ્રી, સ્વસ્તિક અને ઓમના શુભ ચિહ્રનો બનાવો અને પોતાને અને સ્વજનોની ખુશી માટે પ્રાર્થના કરો.
- ખુશ રહો અને ખુશીઓ વહેંચો.
શું ન કરવુ
- સાંજના સમયે ઝાડુ ન લગાવવુ, સાફ-સફાઈનુ કામ સવારે જ કરવુ.
- કોઈ પ્રકારનો નશો ન કરવો.
- જુગાર ન રમવો.
- નિંદા અને ઝઘડો ન કરવો.
- પરિવારવાળા સાથે ઉલઝવુ નહિ.
- સહવાસ ન કરવો.
દિવાળી પર પરિવાર સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં ખુશીઓ જળવાઈ રહે છે
सर्वलोकस्य जननीं सर्वसौख्यप्रदायिनीम । सर्वदेवमयीमीशां देवीमावाहयाम्यहम् ।।
ॐ तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् ।
यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् ।।
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
