સાવધાન: 30 વર્ષ પછી શનિદેવ પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જાણો કેવો હશે પ્રભાવ?
સાવધાન: 30 વર્ષ પછી શનિદેવ પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જાણો કેવો હશે પ્રભાવ?
કહેવાય છે કે ગ્રહોના દેવતા મનાતા શનિદેવ અઢી વર્ષ એક જ રાશિમાં રહે છે. તે અઢી વર્ષ પૂરા કર્યા પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તે સત્યના માર્ગે ચાલનારાઓને શુભ પરિણામો આપે છે અને ખોટા કામ કરનારાઓને સજા આપે છે. એટલે જ તેને ગ્રહ હોવા છતાં દેવ કહેવાયા છે. શનિનો ધનુરાશિમાં કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે અને 24 જાન્યુઆરી 2020 થી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ શનિની પોતાની રાશિ છે અને તેઓ 30 વર્ષ પછી શનિનો તેમા ફરીથી પ્રવેશ થઈ રહ્યો છે. અગાઉ શનિએ 15 ડિસેમ્બર 1990 ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો.

અઢી વર્ષ પછી શનિ રાશિ બદલી રહ્યો છે
વૈદિક જ્યોતિષમાં ન્યાયનો ગ્રહ મનાતો શનિ 24 જાન્યુઆરી, 2020 ના રોજ ઉતરાષાઢા નક્ષત્રમાં અને વ્રજ યોગમાં મકર રાશિના ચંદ્રની હાજરીમાં સવારે 10 વાગે વૃશ્ચિક રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ દરમિયાન 11 મે 2020 થી 29 સપ્ટેમ્બર 2020 સુધી મકર રાશિમાં વક્ર ગતિ કરશે.

અશુભ પ્રભાવ ઓછો થશે
27 ડિસેમ્બર, 2020 પછી શનિ અસ્ત થશે. જેના કારણે અશુભ અસરો ઘટશે. મકર શનિની પોતાની રાશિ છે. તે પોતાની રાશિમાં હોવાના કારણે વિવિધ રાશિને ઓછી રાહત રહેશે.

કોના પરથી ઉતરીને સાડાસાતી કોના પર ચડશે?
શનિ જે રાશિમાં હોય તેનાથી બીજી અને 12મીં રાશિમાં સાડાસાતી રહે છે. 24 જાન્યુઆરીથી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે તે સાથે જ વૃશ્ચિક રાશિની સાડાસાતી સમાપ્ત થઈ જશે. ધનુ રાશિ પર સાડાસાતીનું અંતિમ ચરણ હશે. મકર રાશિ પર બીજુ ચરણ અને કુંભ રાશિમાં સાડાસાતીનો પ્રારંભ થશે. ચંદ્ર, મિથુન અને તુલા પર કલ્યાણકારી પ્રભાવ શરૂ થશે. શનિ મકર અને કુંભ રાશિઓનો સ્વામી છે.

વિવિધ રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે?
- મેષ: પદમા વધારો થશે. સંપત્તિ અને રાજ્યના કાર્યમાં પ્રગતિ થશે.
- વૃષભ: ભાગ્યમાં ઉન્નતિ થશે અને સુખના સાધનો વધશે.
- મિથુન: જુના ધનની પ્રાપ્તિ થશે. સંબંધોમાં લાભ થશે.
- કર્ક: કૌટુંબિક વૃદ્ધિ અને આધ્યાત્મિક-ધાર્મિક કાર્ય પુરા થશે.
- સિંહ: રોગો નાબૂદ થશે. સુખ સંપત્તિ મળશે.
- કન્યા રાશિ: સંતાન તરફથી સારા સમાચાર મળશે, સારી નોકરી અને આવકનાં સાધનોમાં વધારો થશે.
- તુલા: જમીન, મકાનો અને સંપત્તિની પ્રાપ્તિ તેમજ ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. વૃશ્ચિક: સામાજિક પ્રતિષ્ઠા વધશે. માનસિક શાંતિ મળશે.
- ધનુ: ધન અને રોકાણોનો લાભ મળશે, શત્રુતા ઓછી થશે.
- મકર: બૌદ્ધિક કાર્યથી લાભ અમે આવકમાં વધારો થશે.
- કુંભ: ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નીતિની પ્રાપ્તિ થશે.
- મીન: માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેશો, સામાજિક માન-સન્માનનો યોગ બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
