Bhai Dooj 2021 : જાણો ભાઈને તિલક લગાવવા માટેનો શુભ સમય અને પૂજા વિધિ
કારતક માસની શરૂઆત સાથે જ તહેવારોની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. તેમના માટે દેશભરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. વર્ષમાં એક જ વાર આવતી દિવાળી એ માત્ર એક દિવસનો તહેવાર નથી, તેની સાથે બીજા ઘણા તહેવારો જોડાયેલા છે.
Bhai Dooj 2021 : કારતક માસની શરૂઆત સાથે જ તહેવારોની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. તેમના માટે દેશભરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. વર્ષમાં એક જ વાર આવતી દિવાળી એ માત્ર એક દિવસનો તહેવાર નથી, તેની સાથે બીજા ઘણા તહેવારો જોડાયેલા છે.
આ પાંચ દિવસીય ઉત્સવના છેલ્લા દિવસે ભાઇ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ બીજ એ ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ અને આદરનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓ પર તિલક કરે છે અને તેમની રક્ષા માટે નજર ઉતારે છે, જ્યારે ભાઈઓ પણ તેમની બહેનો પર સ્નેહ વરસાવે છે.

ભાઈ બીજ 2021 - તિલકની તારીખ અને શુભ સમય
પંચાંગ અનુસાર, ભાઇ બીજનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે બીજી તારીખ 5 નવેમ્બરની રાત્રે 11:14વાગ્યે શરૂ થશે અને 6 નવેમ્બરની સાંજે 7:44 વાગ્યે સમાપ્ત થશે.
આ વર્ષે ભાઈ દૂજ 6 નવેમ્બર, શનિવારે જ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈઓને તિલક કરવાનોશુભ સમય દિવસમાં 1:10 થી બપોરે 3.21 સુધીનો છે.

ભાઈ બીજની દંતકથા
ઐતિહાસિક દંતકથા અનુસાર ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંધ્યાના બાળકો ધર્મરાજા યમ અને યમુના હતા, પરંતુ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે પત્નીસંધ્યા દેવી પોતાના બાળકોને છોડીને મામાના ઘરે જતી રહી હતી.
યમરાજ અને યમુના માતાના પ્રેમથી વંચિત રહેતા હતા, પરંતુ બંને ભાઈ-બહેનો એકબીજાની વચ્ચેખૂબ પ્રેમ ધરાવતા હતા અને એકબીજાની સંભાળ રાખતા હતા.
યમુનાના લગ્ન થયા બાદ તે ઘણી વખત ભાઈ યમને પોતાના ઘરે બોલાવતી હતી, પરંતુ તે ગયા નહતા. ઘણા સમય બાદ ધર્મરાજા યમ દ્વિતિયાના દિવસે તેમના ઘરે પહોંચ્યા હતા.
પોતાના ભાઈના ઘરે આવવાની ખુશીમાં યમુનાએ તેના ભાઈનું સન્માન કર્યું અનેતિલક લગાવીને તેની પૂજા કરી હતી. તે દિવસથી ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે.

ભાઈ બીજનું મહત્વ અને પદ્ધતિ
ભાઈ બીજ નિમિત્તે બહેનો તેમના ભાઈઓ પર તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરે છે.
પૂજાની થાળીને ચંદન, કુમકુમ, ફળ, ફૂલ,મીઠાઈ અને સોપારી વગેરેથી સજાવો. ચોખાના લોટના મિશ્રણથી જમીન પર ચોરસ બનાવો અને તેના પર ભાઈને બેસીને તિલક કરો.
ભાઈને તિલક લગાવો અને તેમનેફળ, ફૂલ, સોપારી અને બતાશે ચઢાવો અને તેમની આરતી કરો. તેમજ તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
