Bhai Bij 2022 Date : કઇ તારીખે ઉજવશો ભાઇ બીજ? જાણો મુહૂર્ત અને પૂજાવિધી
ભાઇ બીજ એટલે દિવાળીનો અંતિમ દિવસ અને કારતક સુદ બીજના દિવસે ઉજવાતો ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર. ભાઇ બીજના દિવસે ભાઇ બહેનના ઘરે જાય છે. આ સાથે આ તહેવારને વીર પસલી પણ કહે છે. આ દિવસે બહેન ભાઇની પૂજા કરે છે .
Bhai Bij 2022 Date : ભાઇ બીજ એટલે દિવાળીનો અંતિમ દિવસ અને કારતક સુદ બીજના દિવસે ઉજવાતો ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર. ભાઇ બીજના દિવસે ભાઇ બહેનના ઘરે જાય છે. આ સાથે આ તહેવારને વીર પસલી પણ કહે છે. આ દિવસે બહેન ભાઇની પૂજા કરે છે અને તેના લાંબા સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષની તારીખોને લઇને લોકોમાં મુંજવણ છે. લોકો અસમંજસમાં છે કે, 26 ઓકટોબરના રોજ ભાઇ બીજ ઉજવવી કે 27 ઓકટોબરના રોજ.

બપોરે કરવામાં આવે છે ભાઈ બીજની પૂજા
પૌરાણિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, યમ બીજ એટલે કે ભાઈ બીજના દિવસે બપોરે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે આવ્યા હતા અને તેમની બહેનની પૂજા સ્વીકારી હતી અને તેમના ઘરે ભોજન લીધું હતું.
જે બાદ વરદાનમાં યમરાજે યમુનાને કહ્યું કે, યમ દ્વિતિયા એટલે કે ભાઈ બીજના દિવસે જે ભાઈઓ પોતાની બહેનોના ઘરે આવે છે અને ભાઈ બીજ ઉજવે છે અને તેમના હાથે બનાવેલું ભોજન ખાય છે, તેમનું અકાળે મૃત્યુ થશે નહીં.
એટલા માટે બપોરે ભાઈ બીજની ઉજવણી કરવી જોઇએ. ભાઈ બીજના દિવસે યમરાજ, યમદૂત અને ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે.

ભાઈ બીજની સચોટ તારીખ
પંચાંગ અનુસાર આ વર્ષે કારતક સુદ બીજની તિથિ 2 દિવસ એટલે કે 26 અને 27 ઓકટોબરના રોજ પડી રહી છે. દ્વિતિયા તિથિ 26 ઓક્ટોબરના રોજ બપોરે 2:43 કલાકથી 27 ઓકટોબરે બપોરે 12:42 કલાક સુધી રહેશે.
આવી સ્થિતિમાં બપોરે ભાઈ બીજ ઉજવવાની પ્રથા મુજબ 26 ઓક્ટોબરના રોજ ભાઈ બીજના તહેવારની ઉજવણી શાસ્ત્રો અનુસાર થશે.
બીજી તરફ જે લોકો ઉદય તિથિ અનુસાર ભાઈ બીજની ઉજવણી કરી રહ્યા છે, તેઓએ બપોરે 12.42 કલાક પહેલા ભાઈ બીજની ઉજવણી કરી લેવી જોઈએ.
- 26 ઓકટોબરના રોજ ભાઈ બીજ ઉજવવાનો શુભ સમય : બપોરે 01.18 કલાકથી 03.33 કલાક સુધી
- 27 ઓકટોબરના રોજ ભાઈ બીજ ઉજવવાનો શુભ સમય : સવારે 11.07 કલાકથી 12.46 કલાક સુધી

ભાઈ બીજની દંતકથા
એક ઐતિહાસિક દંતકથા અનુસાર ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંધ્યાના બાળકો ધર્મરાજા યમ અને યમુના હતા, પરંતુ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે પત્ની સંધ્યા દેવી પોતાના બાળકોને છોડીને મામાના ઘરે જતી રહી હતી. યમરાજ અને યમુના માતાના પ્રેમથી વંચિત રહેતા હતા, પરંતુ બંને ભાઈ-બહેનો એકબીજાની વચ્ચે ખૂબ પ્રેમ ધરાવતા હતા અને એકબીજાની સંભાળ રાખતા હતા. યમુનાના લગ્ન થયા બાદ તે ઘણી વખત ભાઈ યમને પોતાના ઘરે બોલાવતી હતી, પરંતુ તે ગયા ન હતા. ઘણા સમય બાદ ધર્મરાજા યમ દ્વિતિયાના દિવસે તેમના ઘરે પહોંચ્યા હતા. પોતાના ભાઈના ઘરે આવવાની ખુશીમાં યમુનાએ તેના ભાઈનું સન્માન કર્યું અને તિલક લગાવીને તેની પૂજા કરી હતી. તે દિવસથી ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે.

ભાઈ બીજનું મહત્વ અને વિધી
ભાઈ બીજ નિમિત્તે બહેન તેમના ભાઈની પૂજા કરે છે. બહેન ભાઇના ભાલ પર તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરે છે. આ રીતે કરો ભાઇની પૂજા.
- પૂજાની થાળીને ચંદન, કુમકુમ, ફળ, ફૂલ, મીઠાઈ અને સોપારી વગેરેથી સજાવો.
- ચોખાના લોટના મિશ્રણથી જમીન પર ચોરસ બનાવો અને તેના પર ભાઈને બેસાડીને તિલક કરો.
- ભાઈના તિલક પર ચોખા લગાવો અને તેમને ફળ, ફૂલ, સોપારી અને પતાશા આપી અને તેમની આરતી કરો.
- તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
