Bakrid 2023: બકરી ઈદ પર ચાંદીના ભાવ સાથે શું છે ખાસ કનેક્શન, જાણો કોણે જરુર કરવી જોઈએ 'કુરબાની'
Bakrid 2023: ઈસ્લામિક કેલેન્ડર મુજબ આજે એટલે કે 29 જૂન ગુરુવારે બકરી ઈધનો તહેવાર મનાવવામાં આવી રહ્યો. બકરીદનો તહેવાર ઝિલ્હિજ મહિનામાં ચંદ્રના દર્શન થયાના દસ દિવસ પછી ઉજવવામાં આવે છે.
બકરીદ નિમિત્તે બકરાનું બલિદાન આપવામાં આવે છે. બકરીદ પર બકરીના બલિદાનને ચાંદી સાથે વિશેષ સંબંધ છે. તમે ભાગ્યે જ તેના વિશે જાણતા હશો.

તમને જણાવી દઈએ કે ઇસ્લામ ધર્મમાં પાંચ સ્તંભ છે, જેમાં નમાઝ, રોઝા, જકાત, તૌહીદ અને હજનો સમાવેશ થાય છે, જેમાંથી મુસ્લિમો માટે તૌહીદ અને નમાઝ જરૂરી છે અને બાકીના રોઝા, જકાત અને હજને અનુસરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાંથી બકરીદ પર કુરબાની કરવી એ આ પાંચ સ્તંભોમાંનુ એક છે અને આ કુરબાનીનુ ચાંદી સાથે ખાસ જોડાણ છે.
ઇસ્લામમાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિની પાસે ચાંદી હોય અથવા તેના જેટલી રકમ હોય, તો તેને બકરીદના દિવસે કુરબાની કરવી જરૂરી છે. મુસ્લિમ સમાજ વર્ષોથી આ વાત સ્વીકારી રહ્યો છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે 44 તોલા ચાંદી અથવા તેના જેટલી રકમ હોય, તો તેણે બકરીદ પર કુરબાની કરવી જરૂરી છે. એટલે કે જે પૈસા આપણે નફા તરીકે કમાઈએ છીએ, તેનો અમુક હિસ્સો બકરીદ પર કુરબાની માટે ખર્ચ કરવો જરૂરી છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કુરબાની કરવા માટે પૈસા ન હોય તો દેવુ કરીને કુરબાની ન કરવી જોઈએ. એટલા માટે કોઈપણ વ્યક્તિની સંપત્તિનું મૂલ્યાંકન કરવા માટે 52.5 તોલા ચાંદી અથવા તેના સમકક્ષનો નિયમ બનાવવામાં આવ્યો છે.
ઇસ્લામના નિષ્ણાતો અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે 52.5 તોલા 525 ગ્રામ ચાંદી હોય તો તેણે બકરીદ પર કુરબાની કરવી જરૂરી છે.
ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદ પર કુરબાની આપવામાં આવે છે. શરીઅત અનુસાર, જે વ્યક્તિ બકરીદના દિવસે સક્ષમ હોવા છતાં કુરબાની ન કરે તો તે પાપી બને છે. બકરીદ પર કુરબાની એ એક એવું સાધન છે જેના દ્વારા વ્યક્તિ અલ્લાહની ખુશી પ્રાપ્ત કરે છે. અલ્લાહ તેના બંદાઓના ઇરાદાને જુએ છે. અલ્લાહ તેના બંદાઓથી ખુશ થાય છે. અલ્લાહ ખુશ છે કે તેના સેવકો તેના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલે છે અને તેમની મહેનતથી કમાણી કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
