Astrology: કેરિયરમાં સફળતા હેતુ અજમાવો આ ઉપાયો
એક સફળ કારકિર્દી અને સફળ જીવન માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમે એક આનંદાયક નોકરી કે વ્યવસાયમાં સુરક્ષિતતા અનુભવો. તેનાથી તમે સરળતાથી તમારા જીવનના હેતુઓને પૂરાં કરી શકો છો.
એક સફળ કારકિર્દી અને સફળ જીવન માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમે એક આનંદાયક નોકરી કે વ્યવસાયમાં સુરક્ષિતતા અનુભવો. તેનાથી તમે સરળતાથી તમારા જીવનના હેતુઓને પૂરાં કરી શકો છો. જો કે ઘણી વાર જીવન એટલું સરળ નથી હોતુ. જ્યારે તમે તમારી કારકિર્દીમાં અપ એન્ડ ડાઉનનો સામનો કરો છો ત્યારે તમારું પોતાનું સંતુલન ગુમાવી બેસશો નહિં. સારી કારકિર્દી માટે અહીં કેટલાક સરળ જ્યોતિષિય ઉપાયો જણાવ્યા છે જે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઉઠતાની સાથે તમારી હથેળીના દર્શન કરો
જયારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા બંને હાથને તમારા ચહેરાની આગળ લાવો. એવું મનાય છે કે દેવી લક્ષ્મી તમારી આંગળીઓની ટોચ પર રહે છે, દેવી સરસ્વતી તમારી હથેળીની મધ્યમાં અને ભગવાન ગોવિંદ તમારી હથેળીના પાયા પર વિરાજે છે.

કેરિયર મંત્ર
સવારે હથેળી જોઈ તમે આ ત્રણે દેવની પૂજા કરો અને સફળ કારકિર્દી માટે તેમના આશિર્વાદ લો. તમારા હાથમાં જોતા તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો.
कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम ॥

શનિવારે કાગડાને બાફેલા ચોખા ખવડાવો
કાગડાને શનિનું વાહન માનવામાં આવે છે. શનિ તમારા જન્માક્ષરમાં કારકિર્દીના પાસાને અસર કરે છે. શનિના આશિર્વાદ મેળવવાની ઉત્તમ રીત છે કે તમે બાફેલા ભાતમાં થોડુ દહીં ઉમેરી કાગડાને ધરાવો. તેનાથી કેરિયરમાં સારી ઉન્નતિ મેળવશો.

સૂર્ય નારાયણને પાણી ચઢાવો
સૂર્યોદય થતા સૂર્ય ભગવાનને પાણી ચઢાવો. તાંબાના લોટામાં પાણી લો અને તેમાં ગોળ નાખો. સૂર્યની સામે જોઈ ओम सूर्याय नमः નો અગિયાર વખત જાપ કરો અને સફળ કેરિયર માટે સૂર્યદેવને પ્રાર્થના કરો.

કેરિયર નિર્માણ મંત્ર
બે સૌથી શક્તિશાળી મંત્ર જે કેરિયર બનાવવામાં મદદ કરે છે એક તો ગાયત્રી મંત્ર અને બીજો મહા મૃત્યુંજય મંત્ર. આ મંત્રોનો નિયમિત 31 વખત જાપ કરો અને માતા ગાયત્રી અને ભગવાન શિવના આશિર્વાદ લો.

ભગવાન ગણેશ પૂજા
ભગવાન ગણેશ તમામ વિધ્નોને દૂર કરનારા છે. ओम गंगणपतये नमः મંત્રનો 108 જાપ કરો અને તમારા કેરિયરમાં એક મોટો ફેરફાર જુઓ.

લીંબૂનો ઉપાય
એક લીંબૂ લો અને તેમાં ચાર લવિંગ નાખો. તેને હાથોમાં રાખતા હનુમાન મંત્ર ओम श्री हनुमते नमः ના 21 જાપ કરો. લીંબૂને તમારા બટુવા કે પોકેટમાં નાખી લો. તમે જ્યાં જાવ છો ત્યાં લઈ જાવ. તમે ઈન્ટરવ્યુમાં જઈ રહ્યા છો અથવા વેપારના કોઈ કામ માટે કે કોઈ મિશન કે જમીનના કામથી જતા હોવ તો તે તમને નવી નોકરી સાથે અનેક સારા લાભો કરાવી શકે છે.

ગભરાશો નહિં, આત્મવિશ્વાસુ અને આશાવાન રહો
ડર અને ગભરાટ વ્યકિતના સૌથી મોટા દુશ્મન છે, જે તમને અપંગ બનાવી દે છે અને તેમારી ઉત્પાદકતા અને સુખને ખતમ કરી નાખે છે. જ્યારે તમે મનથી સકારાત્મક ન હોવ તો જીવનમાં તમે ભાગ્યે જ સફળતા મેળવી શકશો. તેથી અસફળતા અને ચેલેન્જો રહેવા છતાં સકારાત્મક રહો અને સારુ થવાની આશા રાખો. સ્વ-પ્રયાસ અને મજબૂત ઈચ્છા શક્તિ તમારા કેરિયરમાં તમને જરૂર સફળ બનાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
