Astrology News : ઉત્તર દિશામાં ન રાખો આ પાંચ વસ્તુ, નહીં તો બની જશો કંગાળ
Astrology News : ઘર પર કઇ દિશામાં શું રાખવું જોઇએ, એ વિશે વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમુક વસ્તુઓ અમુક દિશામાં રાખવાથી વાસ્તુ દોષ થાય છે. આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ વસ્તુઓ વિશે જાણીશું, જેને ઉત્તર દિશમાં રાખવાથી તમને ધનહાનિ થઇ શકે છે.
ઉત્તર દિશાની વાત કરીએ તો વસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશાને દેવી લક્ષ્મીની દિશા કહેવામાં આવે છે. આ સિવાય આ દિશા ભગવાન કુબેરની હોવાનું પણ કહેવાય છે.

ભારે વસ્તુઓ - વાસ્તુ અનુસાર ઘરની અંદર ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. આ દિશાને ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવામાં અવરોધો આવે છે. એટલા માટે આ દિશા સ્વચ્છ અને ખાલી રાખવી જોઈએ. અહીં જે વસ્તુઓ રાખવામાં આવી રહી છે, તે હળવી હોય તો ફાયદાકારક રહેશે.
બૂટ અને ચપ્પલ - દેવતાઓની દિશાને કારણે ઉત્તર દિશામાં પગરખાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એવું કહેવાય છે કે, આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે. બીજી તરફ આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ડસ્ટબિન - ઉત્તર દિશામાં કચરાપેટી રાખવાનું ટાળવાનું કહેવાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી આ દિશામાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
શૌચાલય - ઉત્તર દિશામાં શૌચાલય બનાવવાનું ટાળો. આ દિશામાં શૌચાલય હોવું સારું માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે, તેનાથી દુઃખની સંભાવના વધી જાય છે. આ સાથે તે ઘરમાં ક્લેશ અને કંકાશનું કારણ પણ બને છે.
બંધ દિવાલ - આ દિશાને પૈસાના આગમનની દિશા કહેવામાં આવે છે. ધન પ્રવાહની દિશાને કારણે ઉત્તર દિશામાં બંધ દિવાલ બનાવવાની સલાહ આપવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, આ દિશામાં દરવાજા કે બારીઓ રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
