ઘઉંની ખેતી કરતા ખેડૂતોની મદદે સરકાર, આવી રીતે વધારાશે ખેડૂતોની આવક
સરકાર વિવિધ રીતે ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખેતીમાં ઉત્પાદન અને ખેડૂતોની આવક વધે તે માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં હાલમાં જ સરકારે ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે નવી પહેલ કરી છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, આ વર્ષે દેશમાં ઘઉંનું સારું ઉત્પાદન થવાની આશા છે. શિયાળુ ઘઉંની વાવણી ઓક્ટોબરમાં શરૂ થઈ હતી તે પૂર્ણ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબ ટોચના ત્રણ રાજ્યો છે જ્યાં ઘઉંનું મહત્તમ વાવેતર થાય છે.

કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ જણાવ્યું કે, વાવણીના આંકડા મુજબ, ઘઉંનું વાવેતર મોટા વિસ્તારમાં થયું છે અને અમને આ વર્ષે સારા ઉત્પાદનની અપેક્ષા છે.
મંત્રાલયના ડેટા અનુસાર, પાક વર્ષ 2023-24ની વર્તમાન રવિ સિઝનના છેલ્લા અઠવાડિયા સુધી ઘઉંના પાક હેઠળનો કુલ વિસ્તાર 336.96 લાખ હેક્ટર હતો, જ્યારે એક વર્ષ પહેલા તે 335.67 લાખ હેક્ટર હતો.
ઘઉંનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે. મીણાએ 3 જાન્યુઆરીએ સંકેત આપ્યો હતો કે દેશ ચાલુ પાક વર્ષ 2023-24માં 114 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો નવો રેકોર્ડ બની શકે છે.
વર્ષ 2022-23માં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 110.55 મિલિયન ટન હતું, જ્યારે ગયા વર્ષે ઉત્પાદન 107.7 મિલિયન ટન હતું.
આ વર્ષે ઘઉંના પાકની સંભાવનાઓ વિશે વાત કરતા કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાક સારી સ્થિતિમાં છે અને હજુ સુધી પાકને કોઈ નુકસાનના સમાચાર નથી.
તેમણે કહ્યું છે કે, હાલના ઠંડા હવામાનની સ્થિતિ ઘઉં અને અન્ય રવિ પાક માટે સારી છે. કૃષિ મંત્રાલયે ખેડૂતોને વાવણી પૂર્ણ થયા પછી ઘઉંના પાકની કાળજી લેવામાં મદદ કરવા માટે નિયમિત સલાહ આપવાનું શરૂ કર્યું છે. તાજેતરની એડવાઈઝરી 16-30 જાન્યુઆરીના સમયગાળા માટે જારી કરવામાં આવી છે.
મંત્રાલયે ખેડૂતોને વાવણીના 40-45 દિવસ સુધીમાં નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ પૂર્ણ કરવા જણાવ્યું છે. વધુ સારા પરિણામો માટે ખેડૂતોને સિંચાઈ પહેલા યુરિયાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 16-30 જાન્યુઆરી દરમિયાન ભારતના પૂર્વોત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
