સ્વરાજે સુવર્ણ જયંતિ નીમિત્તે લિમિટેડ-એડિશન ટ્રેક્ટર રજૂ કર્યાં
મહિન્દ્રા સમૂહનો હિસ્સો સ્વરાજ ટ્રેક્ટર્સે તેની સુવર્ણ જયંતિ નિમિત્તે સોમવારે લિમિટેડ-એડિશન ટ્રેક્ટરની રજૂઆત કરી હતી. કાળજીપૂર્વક તૈયાર કરાયેલા અને સુવર્ણ અક્ષરોથી સુશોભિત ટ્રેક્ટરની લિમિટેડ-એડિશન તેના વિશ્વસનીય ગ્રાહકો પ્રત્યે સ્વરાજની કૃતજ્ઞતાનું પ્રતીક છે.

મુખ્ય ગોલ્ડન ડેકલ્સથી લઇને એમએસ ધોનીના હસ્તાક્ષર સુધી, જેઓ સ્વરાજના પ્રતિષ્ઠિત ગ્રાહક અને બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, તેમની સાથે આ એક્સક્લુઝિવ મોડલ દરેક ક્લાસ અને સ્ટાઇલને દર્શાવે છે.
સ્વરાજ ટ્રેક્ટર્સની 50મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત એક સમારોહમાં સ્વરાજ 855 FE અને સ્વરાજ 744 FE ટ્રેકટર્સનાં મર્યાદિત-આવૃત્તિ વેરિઅન્ટસ રજૂ કરાયા હતું. આ ઉજવણી કાર્યક્રમ જૂની યાદો અને સૌહાર્દની પૃષ્ઠભૂમિમાં યોજાયો હતો, જે સ્વરાજના સ્થાયી વારસા તથા તમામ હીતધારકો પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક હતું. ટ્રેક્ટરની આ મર્યાદિત-આવૃત્તિ દેશભરમાં માત્ર બે મહિના માટે પાંચ સ્વરાજ વેરિઅન્ટ્સ - 843 XM, 742 XT, 744 FE, 744 XT અને 855 FE માં ઉપલબ્ધ રહેશે.
આ કાર્યક્રમમાં દેશભરમાં 50,000થી વધુ ગ્રાહકોની મુલાકાત લીધા બાદ પરત ફરેલા કેમ્પેઇન જોશ કા સ્વર્ણ ઉત્સવની સમાપ્તિ પણ થઇ હતી. આ ઉપરાંત ભારતના દરેક ખૂણેથી એકત્રિત કરાયેલી દેશ કી મિટ્ટી કાર્યક્રમમાં સેન્ડ આર્ટ વિવિધ લેન્ડસ્કેપમાં સ્વરાજની ગાઢ ઉપસ્થિતિનું પ્રતીક હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સ્વરાજની અવિશ્વનીય સફરનું વર્ણન કરતાં પ્રશંસા કરતાં વિડિયોથી પ્રભાવિત થયાં હતાં, જેણે દેશભરના હીતધારકોની ભાવનાને વ્યક્ત કરી હતી.
આ દરમિયાન એક કોફી ટેબલ બૂકનું પણ અનાવરણ કરાયું હતું, જેમાં સ્વરાજના વારસાનું વર્ણન કર્યું હતું, જે પચાસ વર્ષની સફરનું જીવંત ઉદાહરણ હતું. આ સંગ્રહમાં સ્વરાજના સમૃદ્ધ ઇતિહાસ, સફર તથા હીતધારકો સાથેના મજબૂત સંબંધોને દર્શાવાયા હતાં, જેને હંમેશા યાદ રખાશે.
એક વિશેષ પહેલ અંતર્ગત નવા સીએસઆર કાર્યક્રમ - 'સ્કિલિંગ 5000'ની પણ જાહેરાત કરાઇ હતી, જે સમાજમાં સકારાત્મક પરિવર્તનને આગળ ધપાવવા સ્વરાજની કટીબદ્ધતા દર્શાવે છે તેમજ 'ટુગેધર વી રાઇઝ' અને 'ટ્રાન્સફોર્મ ફાર્મિંગ એન્ડ એનરિચ લાઇવ્સ' હેતુ માટે મહિન્દ્રા સમૂહના ઉદ્દેશ્યને અનુરૂપ છે.
'સ્કિલિંગ 5000' દ્વારા સ્વરાજનો ઉદ્દેશ્ય કૃષિ અને બીજા ટ્રેડમાં વ્યવસાયિક કૌશલ્ય પ્રદાન કરીને મહિલા અને દિવ્યાંગોને સશક્ત કરવાનો છે.












Click it and Unblock the Notifications
