Pomegranate farming : IT ની નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યુ, મળો દાડમની ખેતીથી લાખોની કમાણી કરતા યુવાન ખેડૂતને
Pomegranate farming : ગુજરાતના ખેડૂતો ઝડપથી બાગાયત ખેતી તરફ વળી રહ્યાં છે. બાગાયત ખેતીમાં પણ દાડમની ખેતી ગુજરાતમાં ઝડપથી વધી રહી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓ દાડમની ખેતીમાં કાઠું કાઢી રહ્યાં છે. આ જિલ્લાઓમાં મોરબી પણ સામેલ છે. મોરબી જિલ્લાનો હળવદ તાલુકો દાડમની ખેતીનું હબ બની રહ્યો છે.

આ વિસ્તારના જમીન અને પાણી સાથે સાથે વાતાવરણ અનુકુળ આવતા મોટી સંખ્યામાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળી રહ્યાં છે. તાલુકામાં ઘણા એવા યુવાન ખેડૂતો છે જે તેમની લાખોની નોકરી છોડીને દાડમની ખેતીમાં નવો ચીલો ચિતરી રહ્યાં છે.
Dadam ni kheti : આઈટીની નોકરી છોડીને દાડમની ખેતીમાં ઝંપલાવ્યુ
આપણે આજે જે ખેડૂતની વાત કરી રહ્યાં છીએ તે યુવાન ખેડૂત મોરબી દિલ્લાના હળવદ તાલુકાના વતની છે. આ ખેડૂતે ખેતી માટે શહેરની મોટા પગારની નોકરીને ઠોકર મારી અને હવે દાડમથી ખેતીની લાખોની કમાણી કરી રહ્યાં છે.
સંજયભાઈ વરમોરા તેમની ખેતી વિશે વાત કરતા જણાવે છે કે આજથી 15 વર્ષે પહેલા તે આઈટી એન્જિનિયરીંગનો અભ્યાસ પુરો કરીને આઈટી સેક્ટરમાં નોકરી કરતા હતા. જો તે તેમને ખેતીમાં રસ લાગ્યો અને નોકરી છોડી દીધી.
dadam farming in gujarat : 30 વિઘાના બગીચામાં 70 થી 80 લાખનું ઉત્પાદન

નોકરી છોડીને સંજયભાઈએ નવી ગણાતી દાડમની ખેતીમાં ઝંપલાવ્યુ. સંજયભાઈ જણાવે છે કે તેમની પાસે 30 વિઘાનો દાડમનો બગીચો છે અને વર્ષે એવરેજ 70 થી 80 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.
સંજયભાઈએ તેમના બગીચામાં 9x14 ફૂટના ગાળે દાડમનું વાવેતર કરેલુ છે. ખર્ચાળ ગણાવી દાડમની ખેતીમાં તેમને છોડ દીઠ 300 રૂપિયા આસપાસના ખર્ચ સામે 30 થી 40 કિલો આસપાસ ઉત્પાદન મળે છે.
સંજયભાઈએ કહ્યું કે, આજના યુવાનો કેટલાક હજારની નોકરી માટે તેમના બાપદાદાની મોટી જમીનોને છોડીને શહેરમાં સંકુચિત જીવન જીવી રહ્યાં છે. આ નોકરીની જગ્યાએ જો ખેતી કરે તો પુરી આઝાદી સાથે કુદરતી વાતાવરણમાં રહીને મોટી કમાણી કરી શકે છે.
સંજયભાઈ વરમોરા તેમના બગીચાની પોતે જ દેખરેખ રાખે છે અને મજુરો રોકીને કામ કરાવે છે. આજે સંજયભાઈની ગણતરી વિસ્તારના દાડમની ખેતી કરનારા સૌથી સફળ ખેડૂતોમાં થાય છે.
pomegranate farming in gujarat : દાડમની ખેતીનો 15 વર્ષનો અનુભવ
સંજયભાઈ પાસે તેમનો 15 વર્ષ જૂનો દાડમનો બગીચો છે. તેમની મહેનત અને આવડતને કારણે આ બગીચો હજુ પણ મબલખ ઉત્પાદન આપી રહ્યો છે.
સંજયભાઈ પાસે આટલા વર્ષો દાડમની ખેતી કર્યા બાદ ઘણા અનુભવો છે જે નવા ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે. સંજયભાઈ કહે છે કે એકંદરે સેન્સેટિવ અને જોખતી ગણાતી દાડમની ખેતી સારૂ મેનેજમેન્ટ કરવામાં આવે તો અન્ય ખેતી કરતા 4 થી 5 ગણો નફો આપી શકે છે.
સંજયભાઈ તેમના બગીચામાં ખાતર અને દવાઓનું મેનેજમેન્ટ કરીને આજે 15 વર્ષથી સતત સારૂ ઉત્પાદન લઈ રહ્યાં છે.
Dadam ni kheti in gujarat : 141 રૂપિયા પ્રતિ કિલોના ભાવે દાડમનું વેચાણ

સંજયભાઈ ચાલુ સિઝનની વાત કરતા જણાવે છે કે તેમને આ વર્ષે દાડમની ખેતીમાં સારો નફો થવાની અપેક્ષા છે. વરસાદની અનિયમિતતાને કારણે માર્કેટમાં માલની શોર્ટેઝ હોવાથી તેમને 141 રૂપિયા પ્રતિ કિલોના સારાભાવ મળ્યા છે.
ખેડૂતોને જણાવી દઈએ કે, સામાન્ય રીતે દાડમના એવરેજ માલના ભાવ 50 થી 100 રૂપિયા આસપાસ રહેતા હોય છે. જો કે આ વખતે વરસાદે નુકસાન કર્યુ હોવાથી ભાવ સારા છે અને અને ખેડૂતોને તેનો ફાયદો મળી રહ્યો છે.
સંજયભાઈએ જણાવ્યુ કે, ટનમાં ઉત્પાદન આપતા અને કિલોના ભાવે વેચાતા દાડમની ખેતી થોડીક ચિવટ સાથે કરવામાં આવે તો ઘણી મલ્ટિનેશનલ કંપનીની નોકરીઓને પાછળ છોડી શકે છે.
જણાવી દઈએ કે, મોરબી જિલ્લાનો હળવદ તાલુકો ધીરે ધીરે દાડમની ખેતીમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. હળવદ તાલુકાની ગણતરી ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન કરનારા તાલુકામાં થઈ રહી છે અને હજુ પણ અહીં દાડમનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
