Pak Nuksan sahay gujarat 2024 : ગુજરાત સરકારનો ખેડૂતો સાથેનો ખેલ રાજ્યસભામાં ખુલ્લો પડ્યો

Pak Nuksan sahay gujarat 2024 : ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ખેડૂતો વારંવાર નુકસાનીનુું વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે.

એક તરફ ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપવાનું કહીને ફોર્મ ભરાવી રહી છે તો બીજી તરફ સરકાર ખેડૂતોની લાગણીઓ સાથે ખીલવાડ કરી રહી હોય તેવી સ્થિતી સામે આવી છે.

Pak Nuksan sahay gujarat 2024

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના એક પ્રશ્નના જવાબે ગુજરાત સરકારની નીતિઓ પર ઘણા સવાલ ઉભા કર્યા છે. એક તરફ સરકાર ખેડૂતોને લાઈનમાં લગાવીને ફોર્મ ભરાવી રહી છે તો બીજી તરફ સરકારે કેન્દ્રમાંથી કોઈપણ પ્રકારના પેકેજ માટે માંગણી કરી નથી.

ગુજરાત કોગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, ગુજરાત સરકારે એનડીઆરએફની વિશેષ સહાય માટે કોઈ માંગણી કરી નથી, આનાથી રાજ્યને વધારાની સહાય નથી મળી, જેનો ફાયદો ખેડૂતોને ઉઠાવવો પડશે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્રમાં આવેદન કરીને સહાય માંગણી કરવી પડે છે. ગુજરાત સરકારે આવુ કર્યુ નથી, જેના કારણે તેનું નુકસાન ખેડૂતોને થયુ છે. કેન્દ્રમાંથી સહાચ મળવાપાત્ર હોવા છત્તા ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી કરીને ખેડૂતોને નુકસાન કરાવ્યુ છે.

ગુજરાત કિસાન કોગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે એનડીઆરએફ સહાય માટે કોઈ માંગણી કરી નથી. ડબલ એન્જિન સરકારની વાતો કરનારી સરકારે ખેડૂતોને છેતર્યા છે. સરકારનું છડયંત્ર રાજ્યસભામાં આપેલા જવાબમાં ખુલ્લુ પડ્યુ છે.

જણાવી દઈએ કે, ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની સહાય આપવાના નામે ફોર્મ ભરાવ્યા છે. એક તરફ સરકાર ફોર્મ ભરાવી રહી છે તો બીજી તરફ કેન્દ્ર પાસેથી કોઈપણ પ્રકારની સહાય નથી માંગી. આ સ્થિતી વચ્ચે સવાલ થાય કે ખેડૂતોને નુકસાન થશે તેની જવાબદારી કોની?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X