નથી મળ્યો પીએમ કિસાન સન્માન નિધિનો 15મોં હપ્તો? આવી રીતે કરો ફરિયાદ
15 નવેમ્બરે કેન્દ્ર સરકારે દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જમા કર્યો છે. મોટા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.
પીએમ કિસાન સન્માન નિધિના આ હપ્તામાં 15 નવેમ્બર 2023 ના રોજ કેન્દ્ર સરકારે DBT દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે.

જે ખેડૂતોને ખાતામાં નાણાં મળ્યા છે તેમને SMS દ્વારા આ માહિતી મળી છે. જો કે કેટલાક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી 15મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા કરવાની જરૂર નથી.
જો તમને 15મોં હપ્તો નથી મળ્યો તો અમે તમને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની માહિતી આપી રહ્યા છીએ. આ પછી પૈસા થોડા દિવસોમાં તમારા ખાતામાં આવી જશે.
ખેડૂતો તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. આ માટે તે pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકે છે. આ સિવાય ખેડૂતો હેલ્પલાઈન નંબર 155261 અને ટોલ ફ્રી નંબર 1800115526 અથવા 011-23381092 પર કોલ કરીને તેમના નાણાં હજુ સુધી કેમ નથી આવ્યા તેની માહિતી મેળવી શકે છે.
હપ્તાની સ્થિતિ જાણવા PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો. લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. આ પછી તમને ખબર પડશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.












Click it and Unblock the Notifications
