જાણો ક્યાં પાકે છે દુનિયાનું સૌથી મોંઘુ ફળ, 1 કિલોની કિલોની કિંમતમાં 300 ગ્રામ સોનું આવી જાય
ફળ ખાવાનો ઘણા લોકોને શોખ હોય છે. દુનિયાભરમાં પાકતા વિવિધ ફળોની આયાત અને ભારતમાં પાકતા ફળોની નિકાસ દુનિયામાં થતી રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય રીતે ખવાતા ફળો વચ્ચે એક ફળ એવુ છે જેને ખાવા માટે લાખો રૂપિયા જોઈએ. દુનિયાનું આ સૌથી મોંઘુ ફળ અધધ 15 થી 20 લાખ રૂપિયે કિલો વેચાય છે.

સાકરટેટી ઉનાળામાં ખાવા માટે ઉત્તમ ફળ છે. સાકરટેટીથી હ્રદય સંબંધિત બીમારીઓ મટે છે. સામાન્ય રીતે બજારમાં તે 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો હોય છે. જો કે આજે આપણે જે સાકરટેટીની વાત કરી રહ્યા છીએ તેની એક કિલોની કિંમત લાખોમાં છે.
આપણે જે સાકરટેટીની વાત કરી રહ્યા છીએ તેનું નામ યુબારી કિંગ છે. યુબારી કિંગ આ દુનિયાનું સૌથી મોંઘુ ફળ છે. આ જાપાની સાકર ટેટીનો એક પ્રકાર છે. તે ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. યુબારી સાકર ટેટીની ખેતી જાપાનના હોકૈડો ટાપુ પર સ્થિત યુબારી શહેરમાં જ થાય છે. આ કારણે તેનું નામ યુબારી મેલન પડ્યું છે. નિષ્ણાતો કહે છે કે, યુબારી શહેરનું તાપમાન આ ફળ માટે યોગ્ય છે.
યુબારી શહેરમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘણો તફાવત હોય છે, જે યુબારી કિંગ માટેને ખાસ બનાવે છે. કહેવાય છે કે દિવસ અને રાત્રિના તાપમાનમાં જેટલો મોટો તફાવત હોય તેટલો જ મીઠી અને સ્વાદિષ્ટ બને છે.
યુબારી કિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું વેચાણ થતું નથી. તેની હરાજી થાય છે. વર્ષ 2022માં યુબારી કિંગની 20 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021માં આ ફળ 18 લાખ રૂપિયામાં વેચાયું હતું. મતલબ કે ભારતમાં એક રૂપિયાની કિંમતે 30 તોલા સોનું ખરીદી શકાય છે.
યુબારી કિંગ એક એન્ટી ઈન્ફેક્શન ફળ છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પોટેશિયમ ઉપરાંત તેમાં વિટામિન સી, ફોસ્ફરસ, વિટામિન એ અને કેલ્શિયમ પણ જોવા મળે છે. આ જ કારણ છે કે બજારમાં તેની માંગ ઘણી વધારે છે. વિશ્વના અમીર લોકો જ તેને ખાય છે.












Click it and Unblock the Notifications
