Kisan Samman Nidhi : પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં જમા થશે
Kisan Samman Nidhi : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર છે. આ યોજનાનો 20મો હપ્તો આગામી 2 ઓગસ્ટ 2025 ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા કરવામાં આવશે. આ હપ્તામાં દરેક પાત્ર ખેડૂતને રૂપિયા 2000 મળશે.
PM-KISAN યોજના અંતર્ગત ભારત સરકાર દર વર્ષે પાત્ર ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં કુલ રૂપિયા 6000 ની આર્થિક સહાય પૂરી પાડે છે. આ રકમ ખેડૂતોને ખેતી સંબંધિત જરૂરિયાતો પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.

જો કે, આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.
- e-KYC ફરજિયાત : સરકારે PM-KISAN યોજના માટે e-KYC પ્રક્રિયાને સંપૂર્ણપણે ફરજિયાત બનાવી દીધી છે. જો કોઈ ખેડૂતનું e-KYC અધૂરું હશે તો તેમને 20મો હપ્તો નહીં મળે. તેથી જો તમે હજી સુધી તમારું e-KYC પૂર્ણ ન કર્યું હોય તો તેને તાત્કાલિક કરાવી લેવું હિતાવહ છે.
- આધાર લિંકિંગ: તમારા બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું પણ અત્યંત જરૂરી છે. જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નહીં હોય તો પણ તમને આ હપ્તો મળી શકશે નહીં.
ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત બંને શરતો પૂરી પાડીને 20મા હપ્તાનો લાભ મેળવી શકે. સમયસર e-KYC અને આધાર લિંકિંગ કરાવીને તમે કોઈપણ મુશ્કેલી વિના તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મેળવી શકશો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
