Kheti Samachar : ખાતર માટે દર-દર ભટકતા ખેડૂતો, ભાવ વધારા બાદ પણ સપ્લાય નહીં
કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો માટેની નીતિઓ પર હંમેશા સવાલો થતા રહ્યા છે. હવે વાવેતરની સિઝનમાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતી કફોડી બની છે.
શિયાળુ વાવેતર માટે ખેડૂતો તૈયાર છે પરંતુ વાવેતરમાં વપરાતા ડીએપી અને એનપીકે જેવા જરૂરી ખાતરોની મોટી અછત છે. આ અછતને કારણે જમીન અને બિયારણ તૈયાર હોવા છત્તા ખેડૂતો ખાતરના વાંકે બેસી રહ્યા છે.

આ મુદ્દે વાત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા વિસ્તારના ખેડૂત દેવસીભાઈ જણાવે છે કે, DAP ખાતર વિના પાકને પુરતું પોષણ કઈ રીતે આપવું? દેશના નાગરિકોને આ ભાજપ સરકારે હંમેશા લાઈનમાં જ ઉભા રાખ્યા છે.
ખેડૂતોની વ્યથા ઠાલવતા દેવસીભાઈએ કહ્યું કે, પહેલાં પૈસા ઉપાડવા એટીએમની લાઈનમાં ઉભા રાખ્યા, પછી 2000ની નોટ બદલવા લાઈનમાં ઉભા રાખ્યા અને હવે સરકાર ખેડૂતોને DAP ખાતર લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવા મજબૂર કરી રહી છે. સરકારે ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય તે બાબતે ધ્યાન આપવું જોઈએ.
એક તરફ વર્ષોની મહેનતથી દેશના ખેડૂતોએ દેશને અનાજમાં સરપ્લસ બનાવ્યુ છે તો બીજી તરફ ખેડૂતો વિરોધી નીતિઓ માટે બીજેપીની ગુજારત અને કેન્દ્ર સરકાર માત્ર ડબલ એન્જીનના બણગા ફુંકે છે. સરકાર ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે ખાતરોના ભાવ વધારી રહી છે પરંતુ ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર નથી મળી રહ્યું.

હળવદ વિસ્તારના અન્ય એક ખેડૂત કિશોરભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, અમારૂ આયોજન ઠંડીની શરૂઆત સાથે જ જીરૂ અને ઘઉના આગોતરા વાવેતરનું હતું. આ માટે ખેતી અને બિયારણની તમામ તૈયારીઓ કરી લીધી પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતર થઈ શક્યુ નહીં. હવે માવઠુ થતા આગોતરૂ વાવેતર મોટુ થાય તેવી સ્થિતી સર્જાઈ છે. હજુ પણ ખાતર ક્યારે મળે તેનું કઈ નક્કી નથી.
હળવદ વિસ્તારના અન્ય એક ખેડૂત પ્રવિણભાઈ જણાવે છે કે, છેલ્લા કેટલાક સમયથી ખેડૂતની સ્થિતી ભીખારીઓ જેવી થઈ ગઇ છે. દેશ માટે રાત-દિવસ એક કરતા ખેડૂતો ખેતરમાં મહેનત કરે કે કેન્દ્રની મોદી સરકારની નબળી નીતિઓનો ભોગ બનીને લાઈનમાં ઉભા રહે? આ સરકારની નીતિઓને કારણે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાના દિવસો આવ્યા છે.
સમસ્યા શું છે એ જાણવા માટે દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ખાતર વિતરણનું કામ કરતા વેપારીનો સંપર્ક કર્યો તો તેમણે સરકારની ઘણી પોલ ખુલ્લી પાડી દીધી.
વેપારી ભાયાલાલભાઈ બેલાએ જણાવ્યુ કે, વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં ડીએપી કે કે એનપીકે ખાતર જ ઉપલબ્ધ નથી. આ સમસ્યા હવે કાયમી થઇ ગઇ છે.
તેમણે કહ્યું કે, ડીએપી દેશમાં સૌથી વધુ વપરાતું હોવાના કારણે અછત ઉભી થાય તે સ્વાભાવિક છે, પરંતુ ખપત વધુ હોય તો તેની આપૂર્તિ કરવા માટે ઉત્પાદન વધારવું પણ જરૂરી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ખેડૂતો ખાતરના વાંકે રિબાઈ રહ્યા છે તો પણ કેન્દ્ર અને ગુજરાતની બીજેપી સરકારની નીતિઓમાં કોઈ ફેરફાર થયા નથી. હવે તો સરકાર એવુ માનીને ચાલી રહી હોય તેમ લાગે છે કે, આ તો રોજની સમસ્યા છે. આમાં શું ધ્યાન આપવાનું?

આ મુદ્દે વાત કરતા હળવદ તાલુકાના ખેડૂત આગેવાન ચંદુભાઈ જણાવે છેે કે, નબળી નીતિઓને કારણે મોટા માથાઓ અછતમાં ખેડૂતોના ભાગનું ખાતર લઈ જાય છે અને છેવાડાના ખેડૂતોને ભોગ બનવાનો વારો આવે છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતી સર્જાય છે.
જણાવી દઈએ કે, ગુજરાત સહિત ભારતમાં વાવેતરમાં ખાતર અને એનપીકે મુખ્ય ખાતર છે. સમયે ખાતર ન મળવાને કારણે ખેડૂતોને વાવેતરમાં મોડુ થાય છે અને તેનાથી ઉત્પાદન પર મોટી અસર થાય છે. આવા ખેડૂતોને પુરા ખર્ચા બાદ પણ વળતર ન મળતા દેશમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
