નકલી જંતુનાશકોને લઈને કેન્દ્ર સરકાર એક્શમાં, કડક કાર્યવાહી કરવા આદેશ
કેન્દ્ર સરકારે નકલી અને હલકી ગુણવત્તાવાળા જંતુનાશકોના વેચાણ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતોને નકલી દવાઓના કારણે થતા મોટા નુકસાનની ફરિયાદો મળ્યા બાદ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે.
તાજેતરમાં 24 જુલાઈના રોજ દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા કે નકલી જંતુનાશકોનું વેચાણ કરનારાઓ સામે સખત પગલાં ભરવામાં આવે.

તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોના પ્રવાસ દરમિયાન ખેડૂતોએ વારંવાર એવી ફરિયાદો કરી છે કે નકલી જંતુનાશક દવાઓના ઉપયોગથી તેમનો પાક બરબાદ થઈ જાય છે, જેના પરિણામે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોની આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે બજારમાં નકલી જંતુનાશક દવાઓનો પ્રવાહ અટકાવવો અત્યંત જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે કોઈ પણ સંજોગોમાં નકલી અને હલકી ગુણવત્તાવાળા જંતુનાશકોનું વેચાણ થવું ન જોઈએ. આ ઉપરાંત તેમણે જંતુનાશકોની નોંધણી (રજિસ્ટ્રેશન) પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની પણ હિમાયત કરી.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આશા છે કે આ કડક કાર્યવાહીથી નકલી જંતુનાશકોના દૂષણને નાબૂદ કરી શકાશે અને ખેડૂતોને થતા નુકસાનમાંથી બચાવી શકાશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
