ગુજરાતના આ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિનો હપ્તો
કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન અંતર્ગત ગુજરાતે કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મહત્વની સફળતા મેળવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતે દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ' હેઠળ કામગીરી તેજ બની છે. 'પી.એમ. કિસાન પોર્ટલ' પર ખેડૂતોની નોંધણી મામલે ગુજરાત અત્યારે સમગ્ર દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.

અત્યાર સુધીમાં રાજ્યના આશરે 88% ખેડૂતોનું રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી (e-KYC) જેવી જટિલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ડિજિટલ ડેટાબેઝ તૈયાર થવાથી સરકારી યોજનાઓમાં પારદર્શિતા વધશે અને માત્ર સાચા ખેડૂત લાભાર્થીઓને જ ફાયદો મળશે.
રાજ્યમાં ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનને કારણે અત્યાર સુધીમાં 59 લાખ ખેડૂતોએ 'ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ' પર નોંધણી કરાવી છે. જોકે, હજુ 12% ખેડૂતોની પ્રક્રિયા બાકી હોવાથી તેમને આગામી હપ્તો મળશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતની આ વહીવટી કાર્યક્ષમતાની નોંધ લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. કેન્દ્રએ 'સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ' સ્કીમ હેઠળ ગુજરાતને 206 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે.
આ ગ્રાન્ટનો ઉપયોગ રાજ્યમાં કૃષિ માળખાગત સુવિધાઓ સુધારવા અને ખેડૂતોના કલ્યાણકારી કાર્યો માટે કરવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતે ખેતી ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવવા તરફ એક મક્કમ ડગલું માંડ્યું છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
