શાકભાજીની ખેતીમાં ગુજરાત અવ્વલ, ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે
ગુજરાતે બાગાયતી ખેતીમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2023-24 દરમિયાન ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં રાજ્ય દેશમાં મોખરે રહ્યું છે.
રાજ્યના બાગાયત નિયામકના જણાવ્યા અનુસાર, દેશમાં ભીંડાના કુલ વિસ્તાર અને ઉત્પાદન બંને બાબતોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.

આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અંદાજે 93,955 હેક્ટરમાં ભીંડાનું વાવેતર થયું હતું. જેમાંથી 11.68 લાખ ટન જેટલું માતબર ઉત્પાદન મળ્યું છે.
આ સફળતામાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોનો ફાળો ઘણો મોટો છે. રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાં આ પ્રદેશનો હિસ્સો 15 ટકા રહ્યો છે. જ્યારે કુલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર-કચ્છનું યોગદાન 13 ટકા જેટલું છે. અહીં 12 જિલ્લામાં 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન નોંધાયું છે.
ભારતના કુલ શાકભાજી ઉત્પાદનમાં પણ ગુજરાતનો સિંહફાળો છે. વર્ષ 2024-25માં દેશના કુલ ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો 7.66 ટકા રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આધુનિક ખેતી પદ્ધતિના કારણે શાકભાજીની ઉત્પાદકતા વધી છે. અહીં પ્રતિ હેક્ટર 20.60 મેટ્રિક ટન ઉત્પાદકતા જોવા મળી છે.
સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે રાજ્યની કુલ ખેતીલાયક જમીનના 20 ટકા વિસ્તારમાં હવે બાગાયતી પાકો લેવામાં આવે છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા MIDH અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન જેવી અનેક યોજનાઓ અમલી છે.
આ યોજનાઓ હેઠળ ખેડૂતોને ગ્રીન હાઉસ, પેક હાઉસ અને કોલ્ડ ચેઈન જેવી સુવિધાઓ ઊભી કરવા માટે સબસિડી આપવામાં આવે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
