ગુજરાત સરકાર ખાતર વિક્રેતાના ખભે ફોડી રહી છે નેનો યુરિયાની બંદૂક, જુઓ શું કહે છે ખેડૂતો અને ખાતર વિક્રેતા
Nano Urea and Nano DAP: હાલ ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો છે. જેમાં ગુજરાત સરકાર જણાવે છે કે, નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી. જોકે, ખાતર વિક્રેતા કહે છે કે, અમને ઉપરથી આદેશ છે કે, નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ફરજિયાત પણે આપવું.
જે કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ખોખોની રમતમાં ખેડૂતને જરૂરિયાત ન હોવા છતા નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે.
ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ સી એન પટેલ જાબુડાવાળા નામની ખાતર વિક્રેતાની દુકાનની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમને ખાતર વિક્રેતા સાથે આ અંગે પૂછપરછ કરી હતી.
તેમણે ડીએપી ખાતરની ખરીદી કરી હતી, જેમાં તેમને ફરજિયાતપણે નેનો ડીએપી આપવામાં આવ્યું છે. આ સાથે તેઓ જણાવે છે કે, ત્રણ થેલી પર એક બોટલ ફરિયાતપણે ખરીદવી પડી રહી છે.
હરિચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર નેનો યુરિયા અને નેનો ડીએપી અંગે બે ધારી તલવાર ચલાવી રહી છે, જાહેરમાં અસ્વિકાર કરીને, ખાતર વિક્રેતાઓની મદદથી ખેડૂતો પાસે ફરજિયાતપણે નેનો ડીએપી અને નેનો યુરિયાની ખરીદી કરાવી રહી છે.

આ અંગે વાત કરતા ખાતર વિક્રેતા જણાવે છે કે, આવું કરવા માટે અમને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે. ગાડીમાં ઉપરથી જ ખાતરની થેલી સાથે આવે છે. જો ખેડૂતોને જઈતું હોય તો આ રીતે જ મળશે. નહીંતર તેમને ખાતરની થેલી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, હરિચંદ્રસિંહ જાડેજાએ આ વીડિયોમાં આ અંગેનો પુરાવો રજૂ કરતા બીલ પણ બતાવ્યું છે. એ પરથી એતો સ્પષ્ટ છે કે, સરકાર ખાતર વિક્રેતાના ખભા પર નેનો યુરિયા અને નેનો ડીએપીની બંદૂક ફોડી રહી છે. જેની સીધી અસર ખેડૂતના ખિસ્સા પર થઈ રહી છે.
નેનો યુરિયા અને નેનો ડીએપીની ફરજિયાત ખરીદી અંગે વાત કરતા ખેડૂતો જણાવ્યું હતું કે, અમને ખાતરની ખરીદી પર ફરજિયાતપણે નેનો ડીએપી આપવામાં આવે છે. જે પોષાય તેમ નથી. આ નેનો ખારત કોઈ કામ આવતું નથી. સરકાર અમારી પાસેથી ખોટી રીતે રૂપિયા લૂંટી રહી છે.
આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ડિબેટોમાં અને જાહેરમાં ઘણીવાર કહી ચુક્યા છે કે, નેનો યુરિયા, નેનો સલ્ફર અને નેનો ડીએપી ખાતર ફરજિયાત નથી.
કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, હવે સવાલ એ થાય છે કે, જો ફરજિયાત ન હોય તો ત્રણ બેગ પર ફરજિયાતપણે એક બોટલ શા માટે આપવામાં આવે છે.
પાલ આંબલિયાએ આગળ સવાલ કરતા જણાવ્યું હતું કે, જો ફરજિયાત ન હોય તો છેલ્લા બે વર્ષથી ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે, તો સરકારે તેમની સામે કેમ કોઈ પગલા લીધા નથી? ભારતીય જનતા પાર્ટીનું આ સફેદ જૂઠ્ઠાણું આજે ખુલ્લુ પડી ગયું છે.
ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ બનાવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખાતર વિક્રેતા સ્પષ્ટ જણાવે છે કે, આવું કરવા માટેનો અમને ઉપરથી આદેશ છે. આ સાથે ખાતર વિક્રેતા વીડિયોમાં બિલ સાથે કહે છે કે, અમને ફરજીયાત નેનો આપવાનો ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે.
પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, જો ગુજરાત સરકારે નેનો ખાતરનો પ્રચાર પ્રસાર કરવો હોય, તો ત્રણ બેગ સાથે એક બોટલ ફ્રીમાં આપવી જોઈએ. આ પ્રચાર પ્રસાર ખેડૂતોના પૈસાથી અને તેમની સાથે જબરજસ્તી કરીને કરવામાં આવે છે.
ખેડૂત નેતાએ સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જેમ ખાતર સાથે નેનો ફરજિયાત આપે છે, એમ અમારી મગફળી સાથે ભુકોને ડાંઠા પણ ફરજિયાત લઈ લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, IFFCO એ 2021 માં નેનો યુરિયા લોન્ચ કર્યું હતું, જે તેના પ્રકારનું પ્રથમ, સ્વદેશી રીતે વિકસિત ઉત્પાદન છે. તેને એક ખાતર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણીય પ્રદૂષણ અને ઇનપુટ ખર્ચને ઘટાડીને ઉત્પાદકતામાં વધારો કરીને ભારત અને સમગ્ર વિશ્વમાં ખેતીમાં મોટું પરિવર્તન લાવશે.
જોકે, નેનો યુરિયા સસ્તું હોવા છતાં ખેડૂતો તેને ખરીદતા નથી. લોકસભામાં રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં નેનો યુરિયાની માત્ર 138.77 લાખ બોટલો વેચાઈ છે, જે 2022-23ના 12 મહિનામાં વેચાઈ હતી તેના અડધા કરતાં પણ ઓછી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
