Agriculture : સૌરાષ્ટ્ર બાદ મહેસાણામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો 10 કલાક અપાશે
Agriculture : ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણય બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ આ લાભ મળશે. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 9 ઓગસ્ટ 2025થી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી માટે વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી દૈનિક વીજ વપરાશ 4.4 કરોડ યુનિટથી વધીને 5.2 કરોડ યુનિટ થયો છે, જે દર્શાવે છે કે ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના આશરે 12 લાખ ખેતીવાડી વીજ જોડાણોને ફાયદો થયો છે
આગામી 14 ઓગસ્ટ 2025થી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના લગભગ 43,000 ખેડૂતોને કૃષિ કાર્યમાં મોટી મદદ મળશે.
મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કૃષિ વાવેતરની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરના નોર્મલ વાવેતર વિસ્તાર સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48% વિસ્તારમાં કૃષિ પાકોનું વાવેતર થયું છે.
મુખ્ય પાકોનું વાવેતર
- તેલીબિયાં : 26.94 લાખ હેક્ટર
- મગફળી : 20.54 લાખ હેક્ટર
- કપાસ : 20.58 લાખ હેક્ટર
- ધાન્ય પાક : 12.88 લાખ હેક્ટર
- ડાંગર : 8.44 લાખ હેક્ટર
- કઠોળ : 3.48 લાખ હેક્ટર
- ઘાસચારો : 8.02 લાખ હેક્ટર
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
