ખેડૂતો માટે સારા સમાચાર: ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર
Gujarat News: ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4થી 10 ટકાનો વધારો

Agriculture News: ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારે ખેડૂતહિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4થી 10 ટકાનો વધારો કર્યો છે. રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ. ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા CM ભૂપેન્દ્ર પટેલનો પણ કૃષિ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો
વર્ષ 2026-27માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત
ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.
ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી છે મોદી સરકાર
રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને PM નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી વરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા CM ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. 2,585 પ્રતિ ક્વિ. (રૂ. 517 પ્રતિ મણ), જવ માટે રૂ. 2,150 પ્રતિ ક્વિ. (રૂ. 430 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5,875 પ્રતિ ક્વિ. (રૂ. 1,175 પ્રતિ મણ), મસૂર માટે રૂ. 7,000 પ્રતિ ક્વિ. (રૂ. 1,400 પ્રતિ મણ), રાયડા માટે રૂ. 6,200 પ્રતિ ક્વિ. (રૂ. 1,240 પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. 6,540 પ્રતિ ક્વિ. (રૂ. 1,308 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. 160થી રૂ. 600 પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
