Farmers Protest : 14 ફેબ્રુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાશે, દલ્લેવાલ મેડિકલ મદદ લેશે
Farmers Protest : નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ખેડૂતો સતત દિલ્હીની શરહદો પર આંદોલન કરી રહ્યાં છે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ છેલ્લા 54 દિવસથી સતત ઉપવાસ પર છે ત્યારે હવે મોડે મોડે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વાતચીત માટે તૈયાર થઈ છે.

સમાચારો અનુસાર, આવનારી 14 ફેબ્રુઆરીએ કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાશે. આ નિર્ણય દલ્લેવાલની બગડતી તબિયત બાદ નરેન્દ્ર મોદી સરકારે લીધો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી મુદ્દે આ બેઠકમાં ચર્ચા થશે.
બીજી તરફ બેઠકની જાહેરાત બાદ 54 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ તબીબી મદદ લેવા તૈયાર થયા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ દલ્લેવાલને મળ્યું અને તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમને ઉપવાસ તોડવા અને તબીબી સારવાર લેવા વિનંતી કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત આ બેઠક 14 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ચંદીગઢ ખાતે યોજાશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિયા રંજને જણાવ્યુ કે, આ બેઠક ખેડૂતોના સંઘર્ષને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, અમે દલ્લેવાલ પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. અમે તેમને તેમના ઉપવાસ સમાપ્ત કરવા અને તબીબી સહાય મેળવવા વિનંતી કરી છે, જેથી તેઓ 14 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકમાં હાજરી આપી શકે.
જો કે, ખેડૂત નેતા સુખજિત સિંહ હરદોઝાંડેએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી MSP પર કાનૂની ગેરંટી આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમના અનિશ્ચિત ઉપવાસને સમાપ્ત નહીં કરે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને આ મુદ્દે કાયદાકીય રક્ષણ નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.
ખેડૂતો આંદોલન હેઠળ 13 ફેબ્રુઆરીથી પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર પર કેમ્પ લગાવેલા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. શનિવારે વધુ 10 ખેડૂતોએ ઉપવાસ શરૂ કર્યા છે અને ખનૌરી બોર્ડર પર ઉપવાસ કરનારા ખેડૂતોની સંખ્યા 121 પર પહોંચી છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકાર સાથેની તાજેતરની વાતચીત આ સંઘર્ષને નવી દિશા આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
