ડ્રેગન ફ્રુટની ખેતીથી લાખો કમાય છે આ ખેડૂત, જાણો મનસુખભાઇ શોભાસણાની સફળતાની કહાની
ભારત સહિત પુરી દુનિયા ધીરે ધીરે કેમિકલ મુક્ત ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. એક તરફ મોટા ખેતી ખર્ચ અને બીજી તરફ ઘટી રહેલા ઉત્પાદને ખેડૂતોની કમર તોડી નાંખી છે ત્યારે હળવદના એક ખેડૂત કોઠાસૂઝથી મોંઘી ગણાાતી ડ્રેગન ફ્રુટની ખેતીને સસ્તી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતો કપાસ સહિતના પરંપરાગત પાકોની ખેતી કરીને થાકી રહ્યા છે ત્યારે ગુજરાતના મોરબી જિલ્લાના હળવદના ખેડૂત મનસુખભાઈ શોભાસણાએ તેમની કોઠાસૂઝનો ઉપયોગ કરીને ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી. મનસુખભાઈ પાસે આજે 25 વિધાના ડ્રેગન ફ્રુટ છે અને તે એક પણ રૂપિયાના વધારાના ખર્ચ વગર માત્ર ગાય આધારીત દેશી ખાતરનો ઉપયોગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે.

ડ્રેગન ફ્રુટની મોંધી ગણાતી ખેતીને સસ્તી બનાવીને લાખો કમાઈ રહ્યા છે
સામાન્ય રીતે ખેડૂતોમાં એવી ધારણા છે કે ડ્રેગન ફ્રુટની ખેતી મોંધી છે ત્યારે અમે આ સવાલ મનસુખભાઈને કર્યો તો તેમણે ચૌકાવનારો જવાબ આપ્યો. મનસુખભાઈએ જણાવ્યુ કે, ડ્રેગન ફ્રુટની ખેતી અન્ય બાગાયતી ખેતી કરતા પણ સસ્તી છે. તેમનો આ જવાબ થોડો અટપટો લાગ્યો તો અમે તેમને સવાલ કર્યો કે આ કેવી રીતે તો તેમને વિગતે આંકડા પર પ્રકાશ પાડ્યો.
મનસુખભાઈએ જણાવ્યુ કે, સામાન્ય રીતે ખેડૂતો માને છે કે ડ્રેગન ફ્રુટની ખેતીમાં વધારે ખર્ચો છે પરંતુ હકિકતમાં એવુ નથી. તેમણે જણાવ્યુ કે ડ્રેગન ફ્રુટની ખેતી માટે શરૂઆતમાં રોપા અને સ્ટ્રક્ચર બનાવવા માટે વિધે હેક્ટર દીઠ અંદાજે 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં સરકાર 3 લાખ રૂપિયાની સબસીડી આપે છે.
ડ્રેગન ફ્રુટની ખેતી માટે ગુજરાત સરકાર હેક્ટરદીઠ 3 લાખની સબસીડી આપે છે
મનસુખભાઈએ સબસીડી બાદ કરતા જે ખર્ચ થાય છે તેને ઘટાડવા માટે કોઠાસૂઝનો ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં જ સ્ટ્રક્ચર માટે જરૂરી થાંભલીઓ જાતે બનાવી દીધી. આ સિવાય તેમણે પોતાની રીતે જ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ ઈન્સ્ટોલ કરીને મોટો ખર્ચ બચાવી લીધો. આમ તે ડ્રેગન ફ્રુટની મોંઘી ગણાતી ખેતીને અડધા ખર્ચમાં કરીને આજે લાખોનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
છોડ પુખ્ત થતા વીધે 2 હજાર કિલો આસપાસ ઉત્પાદન મળે છે
આતો થઈ વાત વાવેતર અને ખર્ચની પરંતુ અમે જ્યારે તેમની પાસેથી ઉત્પાદન વિશે જાણવા માટે સવાલ કર્યો તો તેમણે જે ગણિત સમજાવ્યુ તે ખરેખર સમજવા જેવુ છે. મનસુખભાઈ જણાવે છે કે, ડ્રેગન ફ્રુટ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે એક થાંભલો ઓછામાં ઓછા 10 કિલો ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન આપે છે. એક થાંભલામાં ચાર છોડ હોય છે અને એક વિધામાં આવા 200 આસપાસ થાંભલા હોય છે. આમ એક વિધે કુલ 2000 કિલો ડ્રેગન ફ્રુટનું ઓછામાં ઓછુ ઉત્પાદન મળે છે.

આ ઉત્પાદનના બજાર ભાવ વિશે વાત કરતા તેમણે જણાવ્યુ કે, આ ડ્રેગન ફ્રુટને તે સીધા જ ગ્રાહકોના ઘરે પહોંચાડે છે અને એવરેજ 150 રૂપિયા કિલો આસપાસના ભાવે વેચાય છે. એટલે કે ઓછામા ઓછા 2.5 થી 3 લાખ રૂપિયાનું અધધ ઉત્પાદન મળે છે.
વાવેતર થઈ ગયા પછી 25 વર્ષ સુધી કોઈપણ ખર્ચ વગર ઉત્પાદન મળતુ રહે છે
મનસુખભાઈએ આ આંકડા દર્શાવીને અમારૂ ધ્યાન દોર્યુ કે, ડ્રેગન ફ્રુટને એક વખત વાવી દીધા પછી તેમાં કોઈ મોટો ખર્ચ નથી. જાળવણી માટે મામુલી મજુરી સિવાય આ ખેતી કોઈ ખર્ચ માંગતી નથી અને વર્ષે ઓછામાં ઓછા 2.5 લાખ આસપાસ ઉત્પાદન આપે છે. એટલે આસાન ભાષામાં સમજવુ હોય તો એમ કરી શકાય કે એક વખત વિધે 1 થી 1.5 લાખનો ખર્ચ અને 25 વર્ષ સુધી સતત બીજા કોઈપણ ખર્ચ વગર દર વર્ષે ઓછામાં ઓછુ અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન મળતું રહે છે.
મનસુખભાઈએ વેચાણ માટે પોતાની સપ્લાય ચેઈન ઉભી કરી છે
મનસુખભાઈનું આ ગણિત સમજ્યા પછી અમે તેમને માર્કેટ વિશે સવાલ કર્યો તો તેમણે ફરીથી તેમની ઉત્તમ કોઠાસૂઝનો વધુ એક પુરાવો આપ્યો. મનસુખભાઈએ જણાવ્યુ કે, તે તેમના ખેતરમાં પાકેલા ડ્રેગન ફ્રુટને કોઈપણ વેપારીને વેચતા નથી પરંતુ સીધા જ ગ્રાહકોને પહોંચાડે છે. આના માટે તેમણે ટેકનોલોજીનો સહારો લઈને એક સપ્લાય ચેઈન બનાવેલી છે. આ ચેઈનથી તે પોતાના માલને પુરા ભાવે સીધા ગ્રાહકો સુધી પહોંચાડે છે. આજે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં તેમના ડ્રેગન ફ્રુટની સીધી માંગ છે.

મનસુખભાઈ તમામ પડકારોને કોઠાસૂઝથી ઉકેલે છે
અહીં તમને એ સવાલ પણ થતો હશે કે આ તો બધી સારી સારી વાતો થઈ પરંતુ ખેતીમાં પડકારો પણ હોય. તો આ સવાલ અમે પણ મનસુખભાઈને પુછ્યો. આ સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યુ કે, ડ્રેગન ફ્રુટને વધારે પડતો તડકો નુકસાન કરે છે. ઉનાળામાં અતિ તડકો હોય ત્યારે તેમના છોડને બચાવવા માટે તે શું કરે છે તે સવાલનો જવાબ આપતા મનસુખભાઈએ જણાવ્યુ કે, ડ્રેગન ફ્રુટની વચ્ચે નેપિયર ઘાસનું વાવેતર કર્યુ છે. આ ઘાસની ઉંચાઈ 10 ફ્રુટથી વધારે હોય છે અને તેનાથી ઉનાળામાં ડ્રેગન ફ્રુટના છોડને ગરમ પવનોથી બચાવે છે.
મનસુખભાઈ વિશે એક વાત એ પણ જાણવા જેવી છે કે તે ડ્રેગન ફ્રુટ સાથે સાથે એવાકાડો જેવા વિદેશી ફ્રુટની ખેતી પણ કરી રહ્યા છે. તે પોતાના ખેતરમાં વિવિધ વિદેશની ફ્રુટનું વાવેતર કરીને સફળ બનાવવા માટે સતત નવા નવા અખતરાઓ કરતા રહે છે.
ખેતરમાં ગૌમૂત્રમાંથી જીવામૃત અને ખાતર બનાવીને મોટો ખર્ચ બચાવે છે
મનસુખભાઈ જણાવે છે કે તે 100 ટકા ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે અને તેના માટે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી બનેલા ખાતરનો ઉપયોગ કરે છે. આના માટે તે પોતાના ખેતરમાં જ ગૌમૂત્ર અને ખાતર તૈયાર કરે છે. આના માટે તેમના ખેતરમાં ગાયો પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
