Farming tips : વિગતે જાણો ડ્રેગન ફ્રુટના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની તમામ બાબતો | dragon fruit farming
Farming tips : ડ્રેગન ફ્રુટને ગુજરાતમાં કમલમ્ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડ્રેગન ફ્રુટની ખેતી ગુજરાતમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે.
આ ફ્રુટના આરોગ્યલક્ષી ફાયદા અને બજારમાં તેની ઊંચી માંગને કારણે ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

dragon fruit farming : ડ્રેગન ફ્રુટના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીના વિવિધ સ્ટેપ
Types of dragon fruit : ડ્રેગન ફ્રુટના પ્રકાર
ડ્રેગન ફ્રુટનું વૈજ્ઞાનિક નામ હાયલોસેરેસ ઉન્ડેટસ છે. તે મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળે છે.
- સફેદ ડ્રેગન ફ્રુટ
- લાલ ડ્રેગન ફ્રુટ
- પીળી છાલ વાળું ડ્રેગન ફ્રુટ
Weather conditions required for dragon fruit farming : હવામાન અને માટી
ડ્રેગન ફ્રુટની ખેતી માટે ઉષ્ણકટિબંધીય આબોહવા અનુકૂળ છે. 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 50 સેમી સુધીના વાર્ષિક વરસાદમાં આ ફ્રુટ સારી રીતે ઉગે છે. ડ્રેગન ફ્રુટને 5.5 થી 7 pH ધરાવતી રેતાળ લોમ જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સારી નિતાર શક્તિ ધરાવતી જમીન પસંદ કરવી જોઈએ.
Dragon fruit sowing time and method : વાવણીનો સમય અને પદ્ધતિ
ડ્રેગન ફ્રુટનું વાવેતર બીજ અને કટિંગ બંને પદ્ધતિથી કરી શકાય છે, પરંતુ કટીંગ પદ્ધતિ વધુ સફળ છે. વાવણીનો શ્રેષ્ઠ સમય જૂન-જુલાઈ અથવા ફેબ્રુઆરી-માર્ચ છે. ખાડા 50 x 50 x 50 સેમી કદના બનાવી 3 મીટરના અંતરે વાવેતર કરવુ જોઈએ.
ખાડામાં કાર્બનિક ખાતર, રેતી અને માટીનું મિશ્રણ ભરો. કટીંગ રોપ્યા પછી તેને ટેકો આપવા માટે 6 થી 8 ફૂટ ઊંચાઈના સિમેન્ટ અથવા લોખંડના પાઈપ લગાવો.
Irrigation and required fertilizer for dragon fruit : સિંચાઈ અને ખાતર
ડ્રેગન ફ્રુટના છોડને ઓછી સિંચાઈની જરૂર પડે છે. વરસાદી મોસમમાં સિંચાઈની જરૂર નથી, જ્યારે ઉનાળામાં 7-8 દિવસના અંતરે અને શિયાળામાં 15 દિવસના અંતરે પિયત આપવું.
ડ્રિપ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાતર માટે વાવણી સમયે પ્રતિ હેક્ટર 30-40 ટન ગાયનું છાણ આપવું અને દર વર્ષે 10-12 કિલો કાર્બનિક ખાતર પ્રતિ છોડ આપવું જોઈએ.
Fruiting and harvesting in dragon fruit : ફ્રુટધારણ અને કાપણી
વાવણી પછી 1 થી 1.5 વર્ષમાં છોડ ફ્રુટ આપવાનું શરૂ કરે છે. ફ્રુટ મે-જૂનથી ડિસેમ્બર સુધી આવે છે. એક ફ્રુટનું વજન 300 થી 600 ગ્રામ સુધી હોઈ શકે છે. ફ્રુટનો રંગ બદલાય ત્યારે 2-4 દિવસમાં કાપણી કરો.
Subsidies in dragon fruit farming : સરકારી સહાય અને સબસિડી
ડ્રેગન ફ્રુટની બજારમાં ઊંચી માંગ છે અને તેની કિંમત 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. સરકાર પણ તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહાય આપે છે. ગુજરાત સરકાર પ્રતિ હેક્ટર કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 3 લાખ રૂપિયા સહાય આપે છે.
ડ્રેગન ફ્રુટની ખેતી ઓછા પાણી અને ઓછા ખર્ચમાં વધુ નફો આપતી ખેતી છે. સાચી પદ્ધતિ અને યોગ્ય સંભાળથી ખેડૂતો તેની મદદથી સારી આવક મેળવી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
