Agriculture News : ગુજરાતમાં 47.55 લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું વાવેતર, જાણો જીરાનો વાવેતર વિસ્તાર

Agriculture News : ગુજરાતમાં શિયાળુ પાકોના વાવેતરના આંકડા ગુજરાત સરકારે જારી કર્યા છે. આ આંકડા અનુસાર, ગુજરાતમાં ઘઉનું રેકોર્ડ બ્રેક વાવેતર જોવા મળ્યુ છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે ઘણા ખેડૂતોને ચોમાસામાં કપાસ જેવા પાક નિષ્ફળ જવાને કારણે પણ શિયાળુ પાકનું વાવેતર વધ્યુ છે.

ravi pak

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શિયાળુ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટર રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયુ છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યાં છે.

રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 13.42 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર નોંધાયું છે.

જે ગત વર્ષની સરખામણીએ 109 ટકા જેટલું છે. આ ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે કુલ 1.32 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 118.92 ટકા જેટલું છે.

આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકમાં ચણાનું મબલખ વાવેતર નોંધાયું છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે 6.29 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 8.39 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે.

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચણાનું વાવેતર 133.38 ટકા જેટલુ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા પાકનું 4.94 લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ તેલીબીયા પાકોમાં રાઈનું કુલ 2.57 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં ચાલુ રવિ સિઝન દરમિયાન બટેકા અને ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયુ છે. ગચા વર્ષે ડુંગળીનું આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 69 હજાર હેકટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 92 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 133.33 ટકા જેટલુ છે.

બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૩૫ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 1.56 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 115.55 ટકા જેટલું છે.

સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 19.88 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં ચણા પાકનું 6.17 લાખ હેક્ટરમાં વાવેતર મહત્તમ નોંધાયું છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં 1.93 લાખ હેકટર, ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 12.96 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 9.16 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.61 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X