Agriculture News : ગોકળ ગાય ગતિએ થઈ રહેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી પર પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા
Pal Ambaliya : ગુજરાતમાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. એક તો મોડી શરૂઆત અને બીજી તરફ ગોકળ ગાય ગતિએ થઈ રહેલી ખરીદી પર ગંભીર સવાલ ઉઠી રહ્યાં છે.
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. હાલની ગતિએ આ ખરીદી ક્યારે પુરી થશે તેને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.

2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત સાથે 11 નવેમ્બર 2024 થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી છે.
બે મહિના વીતવા છતાં કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદી સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન જ મગફળી ખરીદી રાજ્ય સરકાર કરી શકી નથી
મગફળીની ખરીદી પ્રક્રિયા પર જાણીતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ગંભીર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે અને સરકારની મનશા પર ઘણા સવાવ ઉભા કર્યા છે.
પાલ આંબલિયા પત્રમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ લખ્યુ કે, ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે.
પાલ આંબલિયાએ કહ્યું કે ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી તે 2 મહિનામાં માત્ર 20 ટકા પુરી થઈ છે. આ જ ગતિએ કામ ચાલશે તો ટાર્ગેટ પુરો કરતા 288 દિવસ લાગશે.
સરકારે 160 કેન્દ્ર પર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20-25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. તેમણે કહ્યું કે, સરકારની નીતીઓ પાછળ સરકારની વેપારીઓને માલામાલ કરવાની નીતિ જવાબદાર છે.
આ સવાલ પાલ આંબલિયાએ ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું હોવાના આક્ષેપ કર્યા અને કહ્યું કે, બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોના અભાવ જેવા બહાના હેઠળ સરકાર ગોકળ ગાય ગતિએ ખરીદી કરી રહી છે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારની નબળી નીતિઓને કારણે હંમેશા ખેડૂતોને ભોગ બનવાની સ્થિતી સર્જાય છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ખરીદીમાં કોઈ પગલા ભરે છે કે કેમ?
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
