ખેતી સમાચાર : ખેડૂતો માટે કેવુ રહેશે 2024 નું વર્ષ? સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણયો
સરકારની યોજનાઓની ખેડૂતો પર મોટી અસર થાય છે. આ સ્થિતીમાં 2024 ના વર્ષમાં સરકાર કેટલાક એવા નિર્ણયો લેવા જઈ રહી છે. જે ખેડૂતોને મોટી અસર કરી શકે છે.
ખેડૂતોની દૃષ્ટિએ વર્ષ 2024 ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. સરકાર દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી શકે છે. પહેલાથી ચાલી રહેલી યોજનાઓને વધુ કેવી રીતે સુધારી શકાય તેના પર પણ કામ થઈ શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો, આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જે આ વર્ષે વધી શકે છે. રિપોર્ટ અનુસાર આ રકમ વધારીને 9 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના સરકારની સૌથી મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના વિશ્વની સૌથી મોટી DBT યોજના છે. પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂત ભાઈઓને ત્રણ હપ્તામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તો ચાર મહિને ટ્રાન્સફર થાય છે.
નિષ્ણાતો અનુસાર, આ વર્ષે પાકના લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો થઈ શકે છે. આનાથી ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળી શકશે. આ સિવાય પાક વીમા યોજનાઓનો વ્યાપ વધારી શકાય છે. આનાથી ખેડૂતોને પાકના નુકસાનની સ્થિતિમાં આર્થિક મદદ મળી શકશે.
આ ઉપરાંત કૃષિ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ખેતીમાં કૃષિ મશીનરીનો ઉપયોગ અને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ પણ 2024માં વધશે. ખેડૂત ભાઈઓને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સતત તાલીમ આપવામાં આવી રહી છે.
આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ ખાસ બની શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઝડપી પ્રગતિ પણ આ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાથી ખેડૂતોની આવકમાં સુધારો થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે.












Click it and Unblock the Notifications
