Agriculture : કેન્દ્ર સરકારે વિમા પ્રિમિયમ અને ડીએપીને લઈને મોટી જાહેરાત કરી, ખેડૂતોને થશે મોટો ફાયદો
Agriculture : ખેડૂતોને વાવેતરના સમયે ડીએપી જેવા ખાતરો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન કરાવનારી નરેન્દ્ર મોદી સરકારે હવે ડીએપીના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે.
કેબિનેટ બેઠકમાં આજે ખેતીને બે મોટા નિર્ણયો લેવાયા છે. ડીએપી સિવાય કેન્દ્ર સરકારે પાક વિમા પ્રિમિયમમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે.

નરેન્દ્ર મોદી કેબિનેટે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધવા છતાં DAP ખાતરની કિંમત સ્થિર રાખવા 3850 કરોડ રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત કરી છે. આનાથી ડીએપીના ભાવ સ્થિર રહેશે અને ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે.
આ સિવાય કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને નાણાકીય વર્ષ 2025-26 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજનાઓ માટે 69,515.71 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
DAP ખાતર પર NBS સબસિડી ઉપરાંત વિશેષ પેકેજ પણ 2025 ના અંત સુધી લંબાવવામાં આવ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર આપવા આ પગલું લેવામાં આવ્યું છે.
આ સિવાય ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા 800 કરોડનું વિશેષ ભંડોળ પણ સ્થાપવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના દાવાઓની પતાવટ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. આ પગલું કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે.
જણાવી દઈએ કે, મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં 11.9 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપી છે. જે છેલ્લા દાયકાની સરખામણીએ બમણાથી વધુ છે.
જો કે આટલી સબસિડી આપવા છત્તા ખેડૂતોને વાવેતર સમયે ખાતર મળી શક્યા નથી. અહીં સવાલ એ પણ છે કે આટલી સબસિડી આપ્યા બાદ ખાતર જાય છે ક્યાં?
પાક વિમાને લઈને પણ ઘણા ગંભીર સવાલ છે. ખેડૂતોને પ્રિમિયમ ચુકવ્યા બાદ પણ પાક વીમા મળતા નથી. આના માટે ભુતકાળમાં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
