58 ડ્રોન દીદીએ કરી 24 લાખથી વધુની કમાણી, જાણો કેવી રીતે લેશો લાભ
Drone Didi Yojana: ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે.
ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાને નમો ડ્રોન દીદી યોજનાની પ્રેરણા આપી હતી.
નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ ડ્રોન દીદી બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય નમો ડ્રોન દીદી યોજનાની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે.
ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની 58 મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે.
ગુજરાતની આ 58 ડ્રોન દીદીઓએ માત્ર 9 માસના સમયગાળામાં જ રાજ્યના 3000થી વધુ ખેડૂતોની 8000 એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂપિયા 24.66 લાખથી વધુની આવક મેળવી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ 2023-24માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્વારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા.
જેમાં IFFCO દ્વારા 18, GNFC દ્વારા 20 અને GSFC દ્વારા 20 એમ કુલ મળી 58 ડ્રોન તથા 58 મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીનો પ્રતિભાવ - ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ 206 બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછી બે ડ્રોન દીદી કાર્યરત કરવામાં આવશે.
રાજ્યમાં નવી 206 ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
યોજના હેઠળ મળવાપાત્ર સહાય - નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને DGCAની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 15 દિવસની ડ્રોન પાઇલટની ઘનિષ્ટ તાલીમ, ડ્રોનની ખરીદીમાં 80 ટકા સબસીડી સહાય તેમજ લોનની રકમ ઉપર 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે.
એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કરીને કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.
ડ્રોન દીદી બનવા માટેની લાયકાત - સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે.
મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે.
મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમણે આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાને મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે.
આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે, અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.
🔸ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન
— DD News Gujarati (@DDNewsGujarati) February 3, 2025
🔸ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ 8,000 એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો, 24 લાખથી વધુની આવક મેળવી
🔸આગામી સમયમાં વધુ 206 મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે pic.twitter.com/lRsEHMrfTL
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
