Year Ender 2024 : ખેલજગતમાં મોટા વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યું આ વર્ષ, જાણો 2024 ના મોટા વિવાદ
Year Ender 2024 : 2024 નું વર્ષ રમત જગત માટે મોટા વિવાદોનું ઘર રહ્યું છે. આ વર્ષે ઓલિમ્પિકથી લઈને આઈપીએલ સુધી ભારતમાં મોટા વિવાદ જોવા મળ્યા.
એક તરફ પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ અને મનુ ભાકરે શૂટિંગમાં બે મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. તો બીજી તરફ મોટો વિવાદ પણ સર્જાયો અને વિનેશ ફોગાટને લઈને હંગામો મચી ગયો.

કેએલ રાહુલ અને સંજીવ ગોયન્કા વિવાદ
IPL 2024 દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પછી KL રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચે બોલાચાલી જોવા મળી. આ વિવાદે ઘણી ચર્ચા જગાવી. ગોયન્કાના વર્તન માટે ઘણા લોકોએ તેની ટીકા પણ કરી.
શ્રેયસ અય્યર અને ઈશાન કિશન બીસીસીઆઈના કરારમાંથી બહાર
આ વર્ષની શરૂઆતમાં બીસીસીઆઈએ શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને કરારમાંથી બહાર કરી દીધા. આ બંનેને બીસીસીઆઈની સૂચનાઓનું પાલન ન કરવા બદલ કરારમાંથી મુક્ત કરવામાં આવ્યા. બન્ને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી.
ભારતીય રેસલર અંતિમ પંઘાલ
ભારતીય રેસલરે અંતિમ પંઘાલે પેરિસ ઓલિમ્પિકમાં નિયમોની અવગણના કરવા બદલ વિવાદનો સામનો કરવો પડ્યો. પંઘાલે તેની બહેનને ગેમ્સ વિલેજની બહાર જવા માટે તેનું સત્તાવાર ઓળખપત્ર આપ્યું, જે નિયમોની વિરુદ્ધ હતું. પરિણામે તેને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરીને તરત જ ભારત પાછા ફરવાનું કહેવામાં આવ્યું.
રેસલર વિનેશ ફોગાટે રેસલિંગ છોડી
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં ક્વોલિફાય થઈ પરંતુ 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી. જેને લઈને દેશભરમાં રોષ ફેલાયો હતો. ફોગાટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ માટે પણ ગઈ અને ત્યારબાદ તેણે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી.












Click it and Unblock the Notifications
