કોણ છે માના પટેલ? જેઓ ટોક્યો ઓલિમ્પિક માટે થયાં નોમિનેટ
કોણ છે માના પટેલ? જેઓ ટોક્યો ઓલિમ્પિક માટે થયાં નોમિનેટ
ગુજરાતનું ગૌરવ માના પટેલને ટોકિયો ઓલિમ્પિકના યુનિવર્સેલિટી સ્થાન માટે નોમિનેટ કરવામાં આવી છે. જો માના પટેલના નામને યોજકો મંજૂરી આપી દેશે તો ટેનિસ સ્ટાર અંકિત રૈનાની સાથે માના પટેલ ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારી બીજી ગુજરાતી ખેલાડી બનશે.
Recommended Video

નોંધનીય છે કે ઓલિમ્પિકમાં યુનિવર્સેલિટી સ્પોટ અંતર્ગત કેટલીક રમતોમાં પસંદગીના ધોરણે ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે માટે અન્ય ઘણા દેશો પણ પોતાના ખેલાડીઓના નામ નોમિનેટ કરતા હોય છે. કયા ખેલાડીઓને કઈ રમતમાં એન્ટ્રી આપવી તેનો અંતિમ નિર્ણય આયોજકો અને એલિમ્પિકના અધિકારીઓનો હોય છે.

કોણ છે મોના પટેલ?
માના પટેલે અમદાવાદની ઉદગમ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ સ્વિમિંગ પૂલમાં તે તરતાં શીખી છે. જ્યાં કમલેશ નાણાવટીએ તેમને સ્વિમિંગનું પ્રશિક્ષણ આપ્યું હતું. હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશિક્ષણ આપી રહી છે.

7 વર્ષની ઉંમરેથી જ સ્વિમિંગની શરૂઆત કરી
ઉલ્લેખનીય છે કે માના પટેલ 7 વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.

માના પટેલની સિદ્ધિઓ
- ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ (OGQ) દ્વારા સાઇન ઇન થનાર પ્રથમ તરણવીર
- માના પટેલે હૈદરાબાદની 40 મી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા બાદ એક છાપ બનાવી હતી
- ઓગસ્ટ 2009માં ટોક્યો ખાતે યોજાયેલ એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડનના રેકોર્ડ (2:26.41s)ને તોડ્યો
- નેશનલ ચેમ્પિયનશીપમાં પાંચ વખત 'ઓવરઓલ બેસ્ટ સ્વિમર' ખિતાબ જીત્યો, જેમાં સિનિયર નેશનલમાં બે વાર સમાવેશ થાય છે
- ત્રણેય બેકસ્ટ્રોક ઇવેન્ટ્સ જીતનાર પ્રથમ ભારતીય તરણવીર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
