બેટિંગથી પ્રભાવિત સેહવાગે મનન વ્હોરાને કરી હતી આ ઓફર
કિંગ્સ ઇલેવન પંજાબે ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડની ટીમ નાર્દન નાઇટ્સ સામે 120 રનની વિશાળ જીત નોંધાવી છે. પંજાબ તરફથી ઓપનિંગ બેટ્સમેન મન વ્હોરાએ 65 રનની જ્યારે વિરેન્દ્ર સેહવાગે 52 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ તરફથી પહેલી વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાવી હતી, જેની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટના નુક્સાને 215 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જેના જવાબમાં નાર્દન નાઇટ્સ 15.2 ઓવરમાં 95 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ત્રણેય મેચો જીતીને કુલ 12 અંક હાંસલ કર્યા છે અને તેણે સેમીફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે, જ્યારે બાકી ચાર ટીમો સેમીફાઇનલમાં અન્ય ત્રણ સ્થળો માટે લડશે. નાર્દન નાઇટ્સ વિરુદ્ધ અડધી સદીની ઇનિંગ રમનાર અને મેન ઓફ ધ મેચ મનન વ્હોરાની જોરદાર પ્રશંસા કરી છે અને કહ્યું છેકે જો તે સદી ફટકારત તો હું તેને મારું બેટ આપી દેવાનો હતો. તો ચાલો તસવીરો થકી આ અંગે વધુ જાણીએ.

મનને મારું બેટ આપી દેત
સેહવાગે કહ્યું કે, મે પ્રસ્તાવ મુક્યો હતો કે જો મનન સદી લગાવશે તો હું તેને મારું બેટ આપી દઇશ, પરંતુ દુર્ભાગ્ય છેકે તે એવું કરી શક્યો નહીં.

મોહાલીની વિકેટ ટી20 માટે સારી નથી
સેહવાગે કહ્યું કે, મોહાલીની વિકેટ ટી20 માટે સારી નહોતી, બોલ રોકાઇને આવી રહી હતી અને ફરી રહી હતી, એક બેટ્સમેન તરીકે તમે રોકાવો છો અને વિચારીને તમારા શોટ સાથે આગળ વધીએ કે નહીં, પરંતુ અમારા બેટ્સમેનોને શ્રેય જાય છે. વિપક્ષી 216 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યાં હતા, તેમણે બોલર્સ પર જોરદાર પ્રહાર કર્યા હતા, પરંતુ અમારી પાસે બે સારા સ્પિનર હતા.

શું કહ્યું મનન વ્હોરાએ
મેન ઓફ ધ મેચ વ્હોરાએ કહ્યું કે, મારા માટે આ સારો દિવસ હતો અને હું બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો, મે વિચાર્યું કે હું તેને જારી રાખી શકું છું.

સેમીફાઇનલમાં સ્થાન પાકું
કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ત્રણેય મેચો જીતીને કુલ 12 અંક હાંસલ કર્યા છે અને તેણે સેમીફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
