10 રાષ્ટ્ર, 10 ખેલાડીઃ જેમને કહેવાય છે ટી20ના રનમશીન
ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20 2014નો આજથી આગાઝ થઇ રહ્યો છે. ભારતની ચેન્નાઇ સુપર કિંગ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકતા નાઇટ રાઇડર્સ સહિત અનેક દેશોની ટી20 લીગ ટીમો ભારતમાં ચેમ્પિયન્સ લીગમાં ભાગ લઇ રહી છે અને આ વર્ષનું ટાઇટલ પોતાના નામે કરવાના પોતાના અભિયાનની શરૂઆત કરશે. પહેલી મેચ હૈદરાબાદ ખાતે ચેન્નાઇ અને કોલકતા વચ્ચે રમાઇ રહી છે. ચેન્નાઇની વાત કરવામાં આવે તો ચેન્નાઇની ટીમમાં અનેક એવા ખેલાડીઓ છેકે જેઓ વિસ્ફોટક ખેલાડી તરીકે જાણીતા છે. તો કોલકતામાં પણ બાજીને પલ્ટી નાંખવાનો દમ ધરાવતા બેટ્સમેન છે.
ટી20 ક્રિકેટનો ફિવર વિશ્વભરમાં ફરીથી છવાઇ રહ્યો છે, ત્યારે એ જાણવાની બધાને ઉત્સુકતા રહે છેકે કયા ખેલાડી દ્વારા સૌથી વધું રન બનાવવામાં આવ્યા છે, જોકે આજે અમે અહીં જે ખેલાડીઓ અંગે વાત કરી રહ્યાં છીએ તેઓ માત્ર ચેમ્પિયન્સ લીગમાં જ નહીં પરંતુ તમામ ટી20 ક્રિકેટમાં પોતાના બેટ વડે બોલર્સ પર વાવાઝોડાની માફક ત્રાટક્યા છે. અહીં 10 એવા દેશોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ જે દેશો ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યાં છે. આ ખેલાડીઓએ તમામ પ્રકારની ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રનનો પહાડ ઉભો કર્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં ટોચ પર કોણ આવે છે.

ક્રિસ ગેઇલ
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
ઇનિંગ્સ: 181
રન: 6,551
એવરેજ: 41.72
સ્ટ્રાઇક રેટ: 146.03

બ્રાડ હોઝ
દેશઃ- ઓસ્ટ્રેલિયા
ઇનિંગ્સ: 208
રન: 6,085
એવરેજ: 36.65
સ્ટ્રાઇક રેટ: 130.71

બ્રેન્ડન મેક્કુલમ
દેશઃ- ન્યુઝીલેન્ડ
ઇનિંગ્સ: 189
રન: 5,443
એવરેજ: 32.20
સ્ટ્રાઇક રેટ: 133.86

ઓવિએસ શાહ
દેશઃ- ઇંગ્લેન્ડ
ઇનિંગ્સ: 200
રન: 5,096
એવરેજ: 33.52
સ્ટ્રાઇક રેટ: 125.33

સુરેશ રૈના
દેશઃ- ભારત
ઇનિંગ્સ: 171
રન: 4,905
એવરેજ: 34.54
સ્ટ્રાઇક રેટ: 140.74

શોએબ મલિક
દેશઃ- પાકિસ્તાન
ઇનિંગ્સ: 165
રન: 4,484
એવરેજ: 38.00
સ્ટ્રાઇક રેટ: 121.58

જેપી ડ્યુમિની
દેશઃ- દક્ષિણ આફ્રિકા
ઇનિંગ્સ: 161
રન: 4,214
એવરેજ: 37.62
સ્ટ્રાઇક રેટ: 121.72

મહિલા જયવર્દને
દેશઃ- શ્રીલંકા
ઇનિંગ્સ: 165
રન: 4,051
એવરેજ: 28.73
સ્ટ્રાઇક રેટ: 129.46

હેમિલ્ટન માસ્કાડ્ઝા
દેશઃ- ઝિમ્બાવ્વે
ઇનિંગ્સ: 85
રન: 2,633
એવરેજ: 35.58
સ્ટ્રાઇક રેટ: 122.86

શાકિબ અલ હસન
દેશઃ- બાંગ્લાદેશ
ઇનિંગ્સ: 128
રન: 2,331
એવરેજ: 21.00
સ્ટ્રાઇક રેટ: 130.00
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
