વિઝડનની બેસ્ટ ટેસ્ટ ટીમમાં એકમાત્ર ભારતીય, સચિન
લંડન, 24 ઓક્ટોબરઃ ભારતીય સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને બુધવારે વિઝડનની ઓલ ટાઇમ બેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ઇલેવન માટે પસંદ કરવામાં આવ્યો. તેંડુલકરે આગામી મહિને મુંબઇમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાની 200મી ટેસ્ટ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. વિઝડનને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં હોય, ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જો કે, તેમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી એકમાત્ર સચિન તેંડુલકરનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો એકપણ ખેલાડી નથી. જ્યારે સૌથી વધુ ખેલાડી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના છે.
આ યાદીમાં સચિન તેંડુલકરને ટીમમાં ચૌથા સ્થાન પર મુકવામા આવ્યો છે. મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડી ડોન બ્રેડમેનની આગેવાનીવાળી ટીમમાં ઇંગ્લેન્ડના ચાર, વેસ્ટ ઇન્ડિઝના ત્રણ, ઓસ્ટ્રેલિયાના બે અને ભારત તથા પાકિસ્તાનના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકર સમકાલીન બ્રાયન લારા, રિકી પોન્ટિંગ અને જેક કાલિસ પણ ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી, તેમજ આ ટીમમાં સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે.

જેક હોબ્સ
ઇંગ્લેન્ડ

ડબલ્યુ જી ગ્રેસ
ઇંગ્લેન્ડ

ડોન બ્રેડમેન- સુકાની
ઓસ્ટ્રેલિયા

સચિન તેંડુલકર
ભારત

વિવિયન રિચાર્ડ્સ
વેસ્ટ ઇન્ડિઝ

ગેરી સોબર્સ
વેસ્ટ ઇન્ડિઝ

એલન નોટ
ઇંગ્લેન્ડ

વસીમ અકરમ
પાકિસ્તાન

શેનવોર્ન
ઓસ્ટ્રેલિયા

મેકલમ માર્શલ
વેસ્ટ ઇન્ડિઝ

સિડની બાર્નેસ
ઇંગ્લેન્ડ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
